Home /News /gujarat /

સંસદની વિવિધ સમિતિઓમાં કૉંગ્રેસના 4 સહિત રાજ્યના 22 સાંસદોનો સમાવેશ

સંસદની વિવિધ સમિતિઓમાં કૉંગ્રેસના 4 સહિત રાજ્યના 22 સાંસદોનો સમાવેશ

સંસદની ફાઇલ તસવીર

સંસદની સમિતિઓમાં ( committees of Parliament)માં કૉંગ્રેસના (congress)ના રાજ્યસભાના ( Rajyasabha)ના 4 સાંસદનો (MPS)નો સમાવેશ

  મયુર માકડિયા, અમદાવાદ : દેશની સંસદમાં (Parliment) નિમાયેલી વિવિધ સમિતીઓમાં (Commites) રાજ્યનાંસાંસદોની (MPs) નિયુક્તિ થઈ છે. કૉંગ્રેસના (Congress) 4 રાજયસભા સાંસદ સહિત રાજ્યના 22 સાંસદોની નિયુક્તીની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં ભારતીય જનતા પાર્ટી ( BJP) અને કૉંગ્રેસના (congress)ના લોકસભા (Loksbha) અને રાજ્યસભા ( Rajyasabha)ના સાંસદનો સમાવેશ કરાયો છે.

  આ સમિતિમાં રાજ્યના મહિલા સાંસદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી જામનગરના સાંસદ પૂનમ માડમ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ભાવનગરના સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ અને કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિકની પસંદગી કરવામાં આવી છે.

  આ પણ વાંચો : Video : સેનાએ બે પાક. સૈનિકોને ઠાર કર્યા, મૃતદેહ લેવા પહોંચ્યા પાક. સૈનિકો

  આ સમિતિમાં નિમણૂકો થઈ
  ઇન્ડસ્ટ્રી સમિતિમાં પૂનમ મામડ, મોહન કુંડારીયા, અમી યાજ્ઞિક, સ્વાસ્થય સમિતિમાં ડૉ. મહેન્દ્ર મુંજપરા, કાયદો અને ન્યાય સમિતિમાં વિનોદ ચાવડા, કૃષિ કિમીટીમાં શારદા પટેલ, રક્ષા સમિતિમાં દેવુસિંહ ચોહાણ, વિદેશી બાબતોની સમિતિમાં ડૉ.કે.સી.પટેલ ચીનુભાઈ ગોહિલ, ફાઇનાન્સ સમિતિમાં ડૉ.કિરીટ સોલંકી, અન્ન-નાગરિક પુરવઠા સમિતિમાં મિતેષ પટેલ, પેટ્રોલિયમ-કુદરતી ગેસને લગતી સમિતિમાં ડૉ.ભારતીબેન શિયાળ, અહેમદ પટેલ, રેલેવ સમિતિમાં રંજનબેન બટ્ટ અને શંભુપ્રસાદ ટુંડિયા, શહેરી વિકાસ સમિતિમાં સી.આર. પાટીલ, વોટર રિસોર્સ સમિતિમાં દીપસિંહ રાઠોડ, મધુસુદન મિસ્ત્રી, કૅમિકલ અને ફર્ટિલાઇઝર સમિતિમાં રાજેશ ચુડાસમા, પ્રભુ વસાવા, ગ્રામિણ વિકાસ સમિતિમાં ગીતાબેન રાઠવા અને નારણ રાઠવાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: MPs, કોંગ્રેસ, ગુજરાત, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन