Home /News /gujarat /

22 લાખ લઈને નીકળેલો આંગડીયા પેઢીનો કર્મચારી અમદાવાદ પહોચ્યાં પહેલાં જ ગુમ

22 લાખ લઈને નીકળેલો આંગડીયા પેઢીનો કર્મચારી અમદાવાદ પહોચ્યાં પહેલાં જ ગુમ

મહેસાણાથી અમદાવાદ રૂપિયા 22 લાખ લઈને નીકળેલ આંગડીયા પેઢીનો કર્મચારી ગુમ થઈ જતાં પેઢીના સંચાલકે મહેસાણા બી-ડીવીઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. અને જાણવાજોગ આપીને ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણાથી અમદાવાદ રૂપિયા 22 લાખ લઈને નીકળેલ આંગડીયા પેઢીનો કર્મચારી ગુમ થઈ જતાં પેઢીના સંચાલકે મહેસાણા બી-ડીવીઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. અને જાણવાજોગ આપીને ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

  • News18
  • Last Updated :
મહેસાણા : મહેસાણાથી અમદાવાદ રૂપિયા 22 લાખ લઈને નીકળેલ આંગડીયા પેઢીનો કર્મચારી ગુમ થઈ જતાં પેઢીના સંચાલકે મહેસાણા બી-ડીવીઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. અને જાણવાજોગ આપીને ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા વિગતો પ્રમાણે મહેસાણાના માલગોડાઉન વિસ્તારમાં આવેલ સરદાર કોમ્પ્લેક્ષમાં પટેલ રમેશકુમાર કાન્તિલાલ નામની પેઢી આવેલી છે. જેમાં કામ કરતો સુરેશ પંચાલ નામના કર્મચારીને આજે સવારે 10:30 કલાકે અમદાવાદ જવા રવાના કરાયો હતો. અને તેને મુકવા માટે આ જ પેઢીનો હાર્દિક નામનો કર્મચારી મહેસાણા મોઢેરા સર્કલ સુધી પણ ગયો હતો.

ત્યારબાદ સુરેશ પંચાલ નામના કર્મચારીનો ફોન અડધો કલાક બાદ બંધ આવતા પેઢી સંચાલક ચિંતામાં મુકાયા હતા અને સાંજ સુધી તેનો કોઈ સંપર્ક નહિ થતાં પેઢીના સંચાલક પટેલ રમેશકુમાર કાન્તિલાલે મહેસાણા બી-ડીવીઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. અને જાણવાજોગ આપીને ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
First published:

Tags: આંગડીયા કર્મચારી, ગુજરાત, લાપતા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन