Home /News /gujarat /

Corona Case: અમદાવાદમાં 2281 કોરોનાનાં કેસ, 21 સ્થળ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

Corona Case: અમદાવાદમાં 2281 કોરોનાનાં કેસ, 21 સ્થળ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

અમદાવાદમાં 21 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

Corona Case in Ahmedabad: પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમના વિસ્તારોમાં 1860 નવાં કેસ,કોરોનાનાં દર્દી માટે સમરસ સેન્ટર શરુ કરવા મ્યુનિસિપલ તંત્ર દ્વારા તૈયારી શરુ. શહેરમાં કોરોના સંક્રમણમાં દિવસે દિવસે વધારો

    અમદાવાદમાં કોરોના (Ahmedabad Corona Case) સંક્રમણ યથાવત રહેવા પામ્યું છે.શુક્રવારે કોરોનાના 2281 નવાં (New Corona Case) કેસ નોંધાયા છે. નવા 21 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.પશ્ચિમ ઝોન,ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વિવિધ વિસ્તારોમાં નવા નોંધાયેલા 2281 કેસ પૈકી 1860 નવાં કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમરસ સેન્ટર શરૃ કરવા તૈયારીઓ શરુ કરી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. નવા 21 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ પૈકી પશ્ચિમ વિસ્તારના 19 સ્થળોનો સમાવેશ થાય છે. કોરોનાનાં દર્દીઓને સારવાર આપવા માટે કોરોનાની બીજી લહેર સમયે સમરસ કોવિડ કેર સેન્ટર મ્યુનિ.દ્વારા શરુ કરવામાં આવ્યા હતા.તેવા સમરસ કોવિડ કેર સેન્ટર શરુ કરવા ફરી તૈયારીઓ શરુ કરાઈ છે.

    શહેરમાં 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધીમાં કોરોનાનાં 8929 નવા કેસ નોંધાયા છે. શુક્રવારે 2281 કેસ નોંધાયા હતા. કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. 580 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. માર્ચ-2020 થી 7 જાન્યુઆરી સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 2,48,981 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ- 2,36,755 દર્દી સાજા થયા છે. માર્ચ-2020થી 7 જાન્યુઆરી-2022 સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમિત થવાથી કુલ 3412 લોકોના મોત થયા છે.

    નવા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા સ્થળ

    • જયાનંદ સોસાયટી કૃષ્ણનગર,

    • ઓર્ચિડ હોર્મોની સરખેજ,

    • સોરેલ એપાર્ટમેન્ટ સરખેજ,

    • યશ ટાવર સેટેલાઈટ,

    • સત્યમ જોધપુર,

    • આર્યમન ફલેટ ન્યૂ રાણીપ,

    • દેવદાસ સોસાયટી ચાંદખેડા,

    • સ્વપનીલ એપાર્ટમેન્ટ નવા વાડજ,

    • પ્રેય એપાર્ટમેન્ટ પાલડી,

    • આદિનાથ એપાર્ટમેન્ટ પાલડી,

    • તેજેન્દ્ર પાર્ક નારણપુરા,

    • વૈભવ ટાવર માણેકબાગ,

    • દેવવિહાન એપાર્ટમેન્ટ મોટેરા,

    • તિલકનગર જુનાવાડજ,

    • અરવિદ સીતાડેલ નવરંગપુરા,

    • મૌલેશ એપાર્ટમેન્ટ ગુલબાઈટેકરા,

    • લાવણ્ય સોસાયટી વાસણા,

    • રાજયશ રીવા ન્યૂ વાસણા,

    • નીલકંઠ પાર્ક-1, ગિરધરનગર,

    • ઈસ્કોન પ્લેટિનમ, નોર્થ બોપલ

    • સવ્ય સ્વરાજ ફેઝ-૨ ગોતા

      આ સંક્રમિત સ્થળને મ્યુનિસિપલ કોર્પોરેશને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકતા કુલ 21 સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.


    શુક્રવારે શહેરમાં 24933 બાળકોને વેક્સિન અપાઇ
    શહેરમાં શુક્રવારે 15 થી 18 વર્ષના બાળકો પૈકી 24933 બાળકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી 31727 લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ તથા 21419 લોકોને રસીનો બીજો ડોઝ મળી કુલ 53146 લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.અમદાવાદ શહેરનાં પશ્ચિમનાં વિસ્તારોમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા ગત રોજ દિવસભર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉચ્ચ અધિકારીઓની બેઠકનાં દોર ચાલ્યા હતા.

    મ્યુનિ.દ્વારા સરકાર પાસેથી વધુ મદદ માંગવામાં આવશે

    માર્ચ-2020થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓને મ્યુનિ.હસ્તકની હોસ્પિટલ ઉપરાંત કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.હાલમાં શહેરમાં ડેલ્ટા અને ઓમિક્રોન બંને વેરિયન્ટ એકિટવ હોવાની પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકાર સમક્ષ સંજીવની અને ધન્વન્તરી રથ માટે વધુ તબીબોના સ્ટાફ સહિત આર્થિક મદદની પણ માંગ કરવામાં આવશે એમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmedabad news, Corona case, COVID-19, કોરોના વાયરસ, ગુજરાત ન્યૂઝ

    આગામી સમાચાર