સુરતમાં કોરોનાનો સપાટો: બપોર સુધીમાં જ 206 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગની ઊંઘ હરામ


Updated: September 25, 2020, 2:51 PM IST
સુરતમાં કોરોનાનો સપાટો: બપોર સુધીમાં જ 206 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગની ઊંઘ હરામ
પ્રતિકાત્મક તસવીર

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી કુલ કેસની સંખ્યા 27,598 પર પહોંચી છે. જયારે અત્યાર સુધીનો મૃત્યાંક 907 થયો છે.

  • Share this:
સુરત: સુરત શહેર (Surat City) અને ગ્રામ્ય મળીને આજે બપોર સુધીમાં જ કોરોના વાયરસના નવા 206 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Cases) સુરત ગ્રામ્ય વિસ્તારમાં નોધાયા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. કારણ કે ગ્રામ્યના લોકો મોટાભાગે કામ અર્થે સુરત શહેરમાં આવતા હોઇ છે. જેથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. સતત વધતા કોરોના સંક્રમણને કારણે આરોગ્ય વિભાગની ઊંઘ હરામ થઇ ગઇ છે. એક તરફ તમામ ઉદ્યોગો તેમજ ધંધા-રોજગાર શરૂ કરી દેવામાં આવ્યા છે, અને બીજી તરફ કોરોનાના કેસ વધી રહ્યો હોવાથી સુરતમાં ચિંતા વધી છે.

સુરતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા આખા દિવસ દરમિયાન 250ની આસપાસ રહે છે. પરંતુ આજે બપોર સુધીમાં જ આ આંકડો 200ને પાર થઇ ગયો છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી બપોર સુધીમાં જ 206 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં આ કેસમાં વધારો નોંધાય શકે છે.

આ પણ વાંચો: કોરોનાથી બચવા ગુજરાતમાં Virus Shut Outનું ધૂમ વેચાણ, આ વસ્તુ ખરીદવી કે નહીં? જાણો ડૉક્ટરનો મત

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં બપોર સુધીમાં જ 112 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા સાત હજારને પાર થઇ ગઈ છે. અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં કુલ 7,061 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં બપોર સુધી 94 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે બાદમાં શહેરમાં કુલ કેસની સંખ્યા 20,537 થઈ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળી કુલ કેસની સંખ્યા 27,598 પર પહોંચી છે. જયારે અત્યાર સુધીનો મૃત્યાંક 907 થયો છે.

આ પણ વાંચો : પ્રસિદ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું 74 વર્ષની ઉંમરે નિધન, કોરોના બાદ હૉસ્પિટલમાં દાખલ હતા

હાલમાં એવું તારણ સામે આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો કામ માટે આવતા હોઇ છે. આ કારણે ગ્રામ્ય વિસ્તારમાં વધારે સંક્રમણ થઈ રહ્યું છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ યોગ્ય રીતે ન થતું હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ અનલૉકમાં તમામ વેપાર ઉદ્યોગ અને ઓફિસો શરૂ થઇ રહી છે, બીજી બાજું કોરોના સંક્રમણના વધતા કેસો ચિંતાનો વિષય બન્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: September 25, 2020, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading