Home /News /gujarat /મહાનગર પાલિકા-નગરપાલિકા વિસ્તારમાં વાણિજ્યિક એકમ ધારકોને પ્રોપર્ટી ટેક્ષમાંથી 31 ઓગસ્ટ સુધી 20 ટકા રાહત

મહાનગર પાલિકા-નગરપાલિકા વિસ્તારમાં વાણિજ્યિક એકમ ધારકોને પ્રોપર્ટી ટેક્ષમાંથી 31 ઓગસ્ટ સુધી 20 ટકા રાહત

પ્રતિકાત્મક તસવીર

કોવિડ-19ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારના વેપાર ધંધા ઉપર લોકડાઉનના કારણે વિપરિત અસર થઇ હતી

ગાંધીનગર : વૈશ્વિક મહામારી કોવિડ-19ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપાર ધંધાઓ ઝડપથી વેગવાન બને એ માટે રાજ્ય સરકારે આ વિસ્તારોમાં વાણિજ્યિક એકમ ધારકોને ભરવાના થતા પ્રોપર્ટી ટેક્ષમાંથી 31 ઓગસ્ટ 2020 સુધી 20 ટકા રાહત આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેનો મહત્તમ લાભ લેવા નાગરિકોને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે જણાવ્યું છે.

કોવિડ-19ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારના વેપાર ધંધા ઉપર લોકડાઉનના કારણે વિપરિત અસર થઇ હતી. શહેરી વિસ્તારના નાગરિકોને આર્થિક સહાય મળી રહે અને વેપાર ધંધા પુનઃધમધમતા થાય તે માટે આ વિસ્તારમાં આવેલ વાણિજ્યિક એકમોના ધારકોએ ભરવાના થતા પ્રોપર્ટી ટેક્ષમાંથી આ 20 ટકા રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે.

આ પણ વાંચો - મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કમલમ ખાતે કાર્યકરોના પ્રશ્નોને સાંભળ્યા

મહાનગર પાલિકા અને નગરપાલિકાઓને રાજ્ય સરકાર દ્વારા વાણિજ્યિક એકમો માટે જે 20 ટકા રીબેટ જાહેર કર્યુ છે તે અંતર્ગત 5,87,812 વાણિજ્યિક એકમો ધારકોએ આ યોજનાનો લાભ લીધો છે.
" isDesktop="true" id="1016347" >

મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર દ્વારા વાણિજ્યિક એકમોને 20 ટકા પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવાની યોજના તા. 31 ઓગસ્ટ સુધી અમલમાં હોઇ તેમજ મહાનગર પાલિકા અને નગરપાલિકા દ્વારા પણ પ્રોપર્ટી ટેક્ષમાં રાહત જાહેર કરેલ હોઇ આ યોજનાનો નાગરિકોને મહત્તમ લાભ લેવા અપીલ કરાઇ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Property tax, કોરોના, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन