વાયુની અસરના પગલે 114 તાલુકામાં વરસાદ; બેનાં મોત

News18 Gujarati
Updated: June 14, 2019, 10:19 AM IST
વાયુની અસરના પગલે 114 તાલુકામાં વરસાદ; બેનાં મોત
વાવાઝોડાની અસરના પગલે પોરબંદરના નવી બંદરમાં એક કાચુ મકાન ધરાશાયી થયું હતું.

પ્રાંતિજમાં પતરૂ પડવાથી એક પુરૂષનું મોત, ગાંધીનગરના ચિલોડામાં વૃક્ષ ધરાશાયી કરવાથી એક મોત

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. સરકાર દ્વારા હવે રાહત અને પુનર્વસનની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. રાજ્યના રાહત વિભાગના કમિશનર એમ.આર.કોઠારીએ ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી અને રાજ્યની સ્થિતીનો ચિતાર આપ્યો હતો. છેલ્લા 24 કલાકમાં વાયુના કારણે રાજ્યમાં 114 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના તાલાળામાં થયો હતો. રાજ્યમાં વાયુના કારણે કોઈ મોત થયું નથી પરંતુ પતરૂ પડવાના કારણે અને વૃક્ષ ધરાશાયી થવાના કારણે બે મોત થયા છે.

પવનના કારણે પતરૂ પડી જવાથી રાજ્યના ઉત્તર ગુજરાતમાં આવેલા પ્રાતિજમાં 1 પુરૂષનું મોત થયું છે, જ્યારે ગાંધીનગર પાસે આવેલા ચિલોડામાં વૃક્ષ ધરાશાયી થવાથી એક પુરૂષનું મોત થયું છે.

આ પણ વાંચો :  ખેડૂતોનાં નુકશાન માટે અમે તાત્કાલિક કાર્યવાહી કરીશુ: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજ્યના રાહત કમિશનર એમ.આર.કોઠારીએ જણાવ્યું, “છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાલાળામાં 160 મીમી. થયો છે. જ્યારે આજે રાજ્યના 43 તાલુકામાં સામાન્યથી મધ્ય વરસાદ થયો છે.”

તેમણે વધુમાં કહ્યું, “હાલમાં વાયુ પોરબંદર દક્ષિણ પશ્ચિમે 125 કિલોમીટરે છે. વાયુના પગલે કોઈ મૃત્યુ થયું નથી. ગઈ કાલે સૌથી વધુ પવનની ગતિ પોરબંદર ખાતે 100 કિલોમીટર પ્રતિકલાક નોંધાઈ હતી. હાલમાં 55 કિમી પ્રતિ કલાક જેટલી છે.”  આજે પોરબંદર ખાતે, 55 કીમીની ઝડપે પવન ફુંકાયો  છે જ્યારે  ગીર સોમનાથ માં- 27 કીમી ,  પોરબંદરમાં - 55 કીમી ,  દેવભુમિ દ્વારકા માં- 30થી 35 કીમી, જુનાગઢમાં - 39 કીમી,  જામનગર માં- 43 કીમી , મોરબીમાં - 30થી 35 કીમી, કચ્છમાં - 25થી 35 કીમી , ભાવનગરમાં - 40 કીમી ,અમરેલીમાં - 34 કીમી  રાજકોટમાં- 30થી 35 કીમી ઝડપે પનવ ફૂંકાયો હતો.

આ પણ વાંચો : 'વાયુ'ની અસરને કારણે ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદસરકારી નિયમ મુજબ સહાય
કોઠારીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સરકારી નિયમ મુજબ સહાય કરવામાં આવશે. જ્યાં નુકસાન થયું હશે ત્યા સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. હાલમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે તેને પુન:કાર્યરત કરવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે.
First published: June 14, 2019, 10:09 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading