Home /News /gujarat /

1 અને 2 ડિસેમ્બરનાં ગુજરાતમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, હવામાન ખાતાની આગાહી

1 અને 2 ડિસેમ્બરનાં ગુજરાતમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ, હવામાન ખાતાની આગાહી

કમોસમી વરસાદની આગાહી (File Photo)

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહન્તિએ જણાવ્યું છે જે  અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થશે.સાથે જ 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડીસ્ટર્બનની અસરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.આગામી 3 દિવસ કમોસમ વરસદની આગાહી હવામાન વિભાગે કરી છે.જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.આજે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે અમદાવાદ સહિત 16 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે 1 ડિસેમ્બરના ભારેથી અતિભારે વરસાદ થશે.તો 2 ડિસેમ્બરના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો-સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તિએ જણાવ્યું છે જે  અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થશે.સાથે જ 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાશે.અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.તો વરસાદની આગાહીને લઈ ખેડૂતોને કૃષિ પાક સલામત જગ્યા પર રાખવા સૂચના આપવામાં આવી છે તો માર્કેટ યાર્ડમાં પણ અનાજને ઢાંકી દેવા સૂચના આપવામાં આવી છે.

આજે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય મધ્યમ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તેમજ  અમદાવાદ, આણંદ, ખેડા , પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ , પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ , બોટાદ અને અને દીવમાં કમોસમી વરસાદ થશે

1 ડિસેમ્બરના ભારેથી અતિભારે વરસાદની આગાહી

સુરત,નવસારી,વલસાડ, તાપી,અમરેલી,ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તિ


બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, દમણ દાદરા નગર હવેલી,ગીર સોમનાથ, દિવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.તો અન્ય જિલ્લા સામાન્યથી મધ્યમ વરસાદ રહશે.અને 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

આ પણ વાંચો-આણંદ: વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં પ્રોફેસરે વિડીયો કોલ કરી બિભત્સ માંગણી

2 ડિસેમ્બર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર,છોટા ઉદેપુર અને નર્મદા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આ પણ વાંચો-જૂનાગઢ: મારકણી ગાયે એકજ પરિવારનાં ત્રણને અડફેટે લીધા, ઘણાને બનાવ્યા શિકાર, જુઓ CCTV VIDEO

વરસાદની અગાહીના કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે.યાર્ડમાં બહાર પડેલ અનાજ ને ઢાંકવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે તેમજ ખેડૂતો દ્વારા પણ કૃષિ પાકને સલામત જગ્યા પર મુકવાની કામગીરી શરૂ કરી દીધી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad news, Arabian Sea, Rainfall in Gujarat, Unseasonal rain, Western disturbance

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन