બહેને પિતરાઈ ભાઈની કુહાડીથી માથું કાપી હત્યા કરી કહ્યુ- 'વારંવાર દુષ્કર્મ ગુજરાતો હતો'

બહેને પિતરાઈ ભાઈની કુહાડીથી માથું કાપી હત્યા કરી કહ્યુ- 'વારંવાર દુષ્કર્મ ગુજરાતો હતો'
પ્રતિકાત્મક તસવીર

19 વર્ષની યુવતીએ કુહાડી ઝીંકી ફઈના દીકરાનું માથું વાઢી હત્યા કરી, પીડિતા હત્યા કરી પોલીસ સામે કરી ચોંકાવનારી કબૂલાત

 • Share this:
  અલીરાજપુર : રાજ્યના સરહદી વિસ્તારમાં મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) આવેલા અલીરાજપુરામાં (alirajpur) એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીંયા એક 19 વર્ષીય યુવતીએ (Girl) પોલીસ સ્ટેશને (Police station) જઈને પોતાના પિતરાઈ (Cousin) ભાઈની હત્યા (Murder) કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ હત્યા કેસમાં આરોપી અને પીડિતા બંને એક જ વ્યક્તિ છે. તેણે પોલીસને જે કેફિયત આપી તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પીડિતાએ કટ્ટીવાડા પોલીસ મથક ક્ષેત્રેમાં રિપોર્ટ નોંધાવતા કહ્યું કે તેણે પોતાના ફઈના દીકરાની કુહાડીથી હત્યા કરી નાખી છે.

  પોલીસ પાસે આવેલી પીડિતાએ કહ્યુ કે તેનો પિતરાઈ ભાઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજરાતો હતો અને તેના કારણે તેની જિંદગી નરક બની ગઈ હતી. આખરે તેણે રણચંડી બની અને કુહાડીના ઘા ઝીંકી અને તેની હત્યા કરી નાખી છે. પોલીસે આ મામલે પીડિતાની ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરી છે.  આ પણ વાંચો : રાજકોટ : 'મે ભી માધુરી દિક્ષિત બનના ચાહતી હૂં', ફિલ્મોમાં કામ કરવા ઘરેથી 500 રૂપિયા લઈ નીકળી ગઈ હતી દીકરી, અંતે સુખદ મિલન થયું

  બનાવની વિગતો એવી છે કે ટીઆઈ કટ્ટીવાડા મગનસિંહ કટારાએ જમાવ્યું કે યુવતીના માતાપિતા મજૂર છે. ત્રણ મહિના પહેલાં તેઓ મજૂરી માટે ગુજરાત આવ્યા હતા. આ સમયે યુવતી પોતાના ઘરે એકલી હતી. આ ઘટનાનો ફાયદો ઉઠાવી તેના પિતરાઈએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. જોકે, યુવતીએ આ વાત કોઈને જણાવી નહોતી.

  6 ફેબ્રુઆરીના રાતે મૃતક યુવક ફરી યુવતીના ઘરે ગયો હતો. ત્યારે પણ ફરિયાદ અને તેની બહેન એકલા હતા. મૃતકે યુવતીને એન્ડ્રોઇડ ફોનમાં જબરદસ્તી ફિલ્મ બતાવી અને તેની સાથે દુષ્કર્મ ગુજરાર્યુ હતું. અગાઉ પણ તે વાર દુષ્કર્મ ગુજારી ચુક્યો હતો. જોકે, ફરિયાદીએ લાજ બચાવવા માટે જાણ કરી નહોતી. જોકે, એ દિવસે મૃતકે ફરી દુષ્કર્મ ગુજાર્યુ તો યુવતીએ રણચંડી બની અને કુહાડીથી તેનું માથું વાઢી અને હત્યા કરી નાખી

  આ પણ વાંચો : રાજકોટ : 'બનેવી અમારા પ્રસંગમાંથી બહેનને પાછો લઈ ગયો એટલે માથાકુટ થઈ,' સાળાઓએ મળી બનેવીની કરી હત્યા

  યુવતીએ આપેલી કેફિયત ચોંકાવનારી છે. તેણે જણાવ્યું કે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવક ઊંઘમાં હતો ત્યારે તેણે મોકાનો ફાયદો લઈને તેના માથામાં અને મોઢામાં કુહાડીના ઘા ઝીંક્યા હતા. જ્યાં સુધી તેનો જીવ નીકળી ન ગયો ત્યાં સુધી તેને કુહાડીથી મારતી રહી હતી.

  મોટા પપ્પાને જાણ કરી

  હત્યા કર્યા બાદ યુવતીએ તેના મોટા પપ્પાને આ ઘટના અંગે જાણ કરી હતી. ત્યારબાદ યુવતીએ ડરમાં ખોટી કહાણી પણ કરી હતી. જોકે, અંતે તેણે પોલીસ સામે હત્યા કબૂલ કરી લીધી હતી. જોકે, અગાઉ તેણે કેટલાક યુવકોનું નામ હત્યામાં લખાવ્યું હતું. જોકે, પોલીસે તેમની કોલ ડિટેઇલ ચેક કરાવી તો તેઓ ગુનાના સ્થળ પર નહોતા તેવું જાણવા મળતા યુવતીની ઉલટ તપાસ થઈ અને તેમાં એણે હત્યાકાંડ સ્વીકાર્યો હતો.
  Published by:Jay Mishra
  First published:February 13, 2021, 11:26 am