Home /News /gujarat /'પાપ છાપરે ચઢી પોકારે' : સુરતમાં 19 વર્ષ પહેલા પિતરાઈ ભાઈની હત્યા કરનારો ઝડપાયો, શું છે સમગ્ર મામલો?
'પાપ છાપરે ચઢી પોકારે' : સુરતમાં 19 વર્ષ પહેલા પિતરાઈ ભાઈની હત્યા કરનારો ઝડપાયો, શું છે સમગ્ર મામલો?
સુરત ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલ્યો
સુરત (Surat) ના ઉમરા વિસ્તારમાં રહેતા રાજુ પરિડાની 2003માં હત્યા (Murder) થઈ હતી, તેમના જ બાજુમાં રહેતા તેમના જ કાકાના દીકરાઓએ રાજુની હત્યા કરી હતી. જુઓ સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) કેવી રીતે ઝડપ્યો.
સુરત (Surat) : શહેરના ઉમરા વિસ્તારમાં 19 વર્ષ પહેલાં થયેલ હત્યા (Murder) નો આરોપી ઝડપાયો હતો. જમીનની અદાવતમા યુવકને માર મારી અને ચપ્પુ વડે હત્યા કરી નાખી હતી, ત્યારબાદ ફરાર થઈ ગયો હતો, જેને સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) પોલીસે તેના વતન ઓરિસ્સાથી ઝડપી પાડ્યો છે.
ગુનાખોરી મામલે સુરત પોલીસે ગુનામાં સંડોવાયેલા હોય અને નાસ્તા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે, ત્યારે પોલીસને વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતના બમરોલી રોડ પર આવેલી પંચશીલ નગર સોસાયટીમા રહેતા રાજુ પરિડાની 2003મા હત્યા થઈ હતી. તેમના જ બાજુમાં રહેતા તેમના જ કાકાના દીકરાઓએ રાજુની હત્યા કરી હતી. પરિવારમા ઓરિસ્સામાં આવેલી જમીન મામલે મન દુઃખ અને વિવાદ થયો હતો. જેની અદાવત રાખી કબીરાજ પરિડા અને ભંજન પરિડાએ મળી રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં રાજુ પરિડા ઉધના મગદલ્લા રોડ પર આવેલ રૂપલ ઇન્ડસ્ટ્રીઝ પાસે જતો હતો, તે દરમ્યાન બંને ભાઈએ મળી રાજુ પરિડા પર ચપ્પુ અને સંચા મશીનના ફટકા મારી બેભાન કરી ભાગી છૂટયા હતા.
હત્યાના આ ગુનામાં ભંજન પરિડા ઝડપાઇ ચુક્યો હતો, અને કબીરાજ પરિડા નાસી છૂટ્યો હતો. જે આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને જાણ થતા, કબીરાજને તેના વતન ઓરિસ્સા ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટિમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો, અને સુરત ખાતે લાવવામાં આવ્યો હતો. પારિવારિક મનદુઃખમાં થયેલ હત્યા પ્રકરણમાં 19 વર્ષ બાદ આરોપી પકડી પાડવામા ઉમરા પોલીસને સફળતા મળતા ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર