સુરતઃ ફોન ઉપર પ્રેમિકાની વાતથી માઠું લાગતા પ્રેમીએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

પ્રતિકાત્મક તસવીર

મોબાઇલ ફોન ઉપર પ્રેમિકા સાથેની વાતચીત દરમિયાન માઠું લાગી આવતા પાંડેસરાના યુવાને ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. જુવાનજોધ પુત્રના અકાળે મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ પ્રેમમાં ક્યારેક કરૂણ અંત આવતો હોવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. મોબાઇલ ફોન ઉપર પ્રેમિકા સાથેની વાતચીત દરમિયાન માઠું લાગી આવતા પાંડેસરાના યુવાને ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. જુવાનજોધ પુત્રના અકાળે મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

  પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા ખાતેની આશાપુરી સોસાયટીમાં રહેતા 18 વર્ષની ગુરુવારે બપોરે ઘરમાંથી લાશ મળી આવી હતી. જીગરે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પોલીસ જણાવી રહી છે. પોલીસના કહેવા મુજબ જીગત ગત વ્ષ ધોરણ 10માં નાપાસ થયો હતો. ત્યારબાદ ઘરે જ હતો. જીગરની તેની પ્રેમિકા સાથે મોબાઇલ ફોન ઉપર વાત થઇ હતી. દરમિયાન ગુરુવારે બપોરે તેણે ઘમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનું પરિવારના સભ્યોએ પોલીસને કહ્યું હતું.

  આ પણ વાંચોઃ-સુરતઃ ટ્યુશન શિક્ષકના 62 વર્ષના પિતાએ ધો.7ની વિદ્યાર્થિનીને બાથમાં ભીડીને કર્યું ચુંબન અને ..

  પોલીસ પ્રાથમિકતપાસ દરમિયાન જીગરને મોબાઇલ ફોન ઉપર પ્રેમિકા સાથેની વાતચીત દરમિયાન તેણીની કોઇ વાતથી માઠું લાગ્યું હતું. જેના પગલે તેણે આવેશમાં આવી આપઘાત કરી લીધો હતો. મૃતક જીગરનો બીજો એક ભાઇ અને એક બહેન છે. જીગરના અણધાર્યા પગલાથી પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે. બનાવ અંગે પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.
  Published by:ankit patel
  First published: