સુરત :દીકરીના લગ્ન માટે મહેનતથી ભેગા કરેલ સોના-ચાંદીના 15 કિલોના દાગીના ચોરાયા


Updated: February 15, 2020, 3:41 PM IST
સુરત :દીકરીના લગ્ન માટે મહેનતથી ભેગા કરેલ સોના-ચાંદીના 15 કિલોના દાગીના ચોરાયા
તસ્કરોએ ગેસ કટરથી તિરોજી તોડી અને ચોરી કરી હતી.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા પરિવારના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 15 કિલો ચાંદી સહિત કરિવાયર ચોરાયું. પિતાએ સર્વસ્ય ગુમાવતા લગ્ન મોકૂફ રાખવા પડે તેવી સ્થિતિ

  • Share this:
સુરત : સુરતના  ભેસ્તાન વિસ્તારમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે વતન ગયો ત્યારે તસ્કરો તેમના ઘરને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પિતાએ પુત્રીના લગ્ન માટે દહેજમાં આપવા માટે જે તિજોરીમાં ચાંદી મૂકી હતી તે તિજોરી ગેસ કટર વડે કાપીને 15 કિલો ચાંદીની ચોરી કરી હતી જોકે આ ઘટનાની જણકારી મળતા વતનથી સુરત ખાતે દોડી આવેલા પરિવારને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે 'સુરતમાં જાણે તસ્કરો ને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગે છે કારણકે કોઈને કોઈ જગ્યા પર પોતાનો કસબ અજમાવી ગયા હોય તેવું જાણવા મળે છે. જોકે રાત્રે પોલીસ  મીઠી નીંદર માણતી હોય છે કારણ કે પોલીસ જ નિંદરમાં હોય છે અને તેનો   લાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભેસ્તાન નજીકના સુંદર નગર ખાતે તસ્કરો ચોરી કર્યાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો : સુરત : પત્નીની છેડતીનો બદલો લેવા હાર્દિકે છરીના 50 ઝીંકી સુર્યા મરાઠીને પતાવી નાખ્યો

ભેસ્તાનના સુંદરનગરના ફ્લેટ નંબર ઈ-105માં રહેતા પ્રમોદસીંગ રામઆજ્ઞાસીંગ રાજપૂત ઈન્સ્યોરન્સના કામ સાથે સંકળાયેલા  છે.તેઓ1 ફેબ્રુઆરીના રોજ પરિવાર સાથે વતન ઈસરોલી,જિલ્લો દેવરીયા ઉત્તરપ્રદેશ જવા નીકળ્યાં હતાં વતનમાં ભત્રિજીના લગ્ન હતાં જેને લઇને પરિવાર સાથે ગયા હતા જોકે  બંધ ફ્લેટને તસ્કરોએ નીશાન બનાવ્યો હતો.

પ્રમોદસીંગ પોતાના મકાનમાં ચોરીના સમાચાર મળતા તે સુરત દોડી આવ્યા હતા અને ઘરે આવી તપાસ કરતા તસ્કરોએ મકાનની લોખંડની ગ્રીલને મારેલું તાળું તથા દરવાજાને મારેલું તાળું નકુચા સાથે તોડી નાખી મકાનમાં પ્રવેશ કરી મકાનના કબાટના દરવાજા તથા લોકર તોડી સોના ચાંદીના દાગીના તથા ચાંદીની અલગ અલગ લગડીઓ વજન આશરે 13 કિલો અને બે કિલો ચાંદીના સિક્કાની ચોરી કરી હતી .

આ પણ વાંચો : LRD વિવાદ : અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર સામે અચનાક બાયો કેમ ચઢાવી?તસ્કરોએ ગેસ કટરથી તિજોરી કાપી ચાંદીની ચોરી કરિયાણું સામે આવ્યુ હતું જોકે પોતાની દીકરીના લગ્નમાં દહેજ આપવા માટે આ ચાંદી એકઠું કર્યું હતું આવતાં વર્ષે દીકરીના લગ્ન નિર્ધાર્યા છે. સમાજની પરંપરા પ્રમાણે દીકરીને દહેજ આપવા માટે 13 કિલો ચાંદી દાગીના અને બે કિલોના ચાંદીના સિક્કા એકઠાં કર્યાં હતાં. આ મામલે પ્રેમસીંગે પોલીસમથકમાં ફરિયાદ કરી છે.
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर