Home /News /gujarat /મોરબીનો ઝૂલતો પૂલ 134 લોકોને ભરખી ગયો, આ છે વિશ્વની અન્ય મોટી દુર્ઘટનાઓ
મોરબીનો ઝૂલતો પૂલ 134 લોકોને ભરખી ગયો, આ છે વિશ્વની અન્ય મોટી દુર્ઘટનાઓ
મોરબીનો ઝૂલતો પૂલ 134 લોકોને ભરખી ગયો
Morbi Incident: ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડતાં લગભગ 400 લોકો નદીમાં ડૂબી ગયા. આ ઘટનામાં ઓછામાં ઓછા 132 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાદે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો છે. 177થી વધારે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. 80થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોરબી પુલ તૂટવો તે દેશના છેલ્લા કેટલાય વર્ષોની સૌથી મોટી હોનારત છે. 100 વર્ષ જૂના બ્રિજની 5 દિવસ પહેલા સમારકામ કરવામાં આવ્યું હતું.વિશ્વમાં છેલ્લા બે દાયકામાં આવા પુલ તૂટી જવાથીઅનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવો જાણીએ દુનિયાના એવા બ્રિજ તૂટી જવાની ઘટના વિશે, જેમાં અનેક લોકોની જીંદગી હોમાઈ ગઈ.
ગાંધીનગર. ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડતાં લગભગ 400 લોકો નદીમાં ડૂબી ગયા. આ ઘટનામાં ઓછામાં ઓછા 132 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાદે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો છે. 177થી વધારે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. 80થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોરબી પુલ તૂટવો તે દેશના છેલ્લા કેટલાય વર્ષોની સૌથી મોટી હોનારત છે. 100 વર્ષ જૂના બ્રિજની 5 દિવસ પહેલા સમારકામ કરવામાં આવ્યું હતું.વિશ્વમાં છેલ્લા બે દાયકામાં આવા પુલ તૂટી જવાથીઅનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આવો જાણીએ દુનિયાના એવા બ્રિજ તૂટી જવાની ઘટના વિશે, જેમાં અનેક લોકોની જીંદગી હોમાઈ ગઈ.
2022: ગુજરાતમાં ઓછામાં ઓછા 132 લોકોના મોત
જ્યારે આખો દેશ છઠની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે સમાચાર આવ્યા કે દેશનો માહોલ માતમમાં ફેરવાય ગયો છે. ગુજરાતના મોરબીમાં 100 વર્ષ જૂનો સસ્પેંશન બ્રિજ તૂટી પડવાથી ઓછામાં ઓછા 132 લોકોના મોત થઈ ગયા છે. આ આંકડો હજી વધી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, પુલના રસ્તા પર લગભગ 500 લોકો એક મોટા ધાર્મિક ઉત્સવની વિધિ કરી રહ્યા હતા. અચાનક પુલ હલવા લાગ્યો અને હાજર લોકો નદીમાં પડી ગયા. બચાવકર્મીઓ તેમની બચાવ કામગીરી ચાલુ રાખી હતી.
રાજધાનીમાં પુલ તૂટવાથી મેટ્રો ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. જેમાં 26 લોકોના મોત થયા હતા અને 70 જેટલા લોકો ઘાયલ થયા હતા. બ્રિજ તૂટવાને કારણે તેની ઉપર જઈ રહેલી મેટ્રો હવામાં લટકી ગઈ હતી.
2016: કોલકાતામાં 26નાં મોત
કોલકાતામાં વ્યસ્ત રોડ પર ફ્લાયઓવર તૂટી પડતાં ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયાં હતાં. બચાવકર્મીઓએ લગભગ 100 ઘાયલ લોકોને કોંક્રિટ અને મેટલના વિશાળ સ્લેબ નીચેથી બહાર કાઢ્યા હતા.
2011: દાર્જિલિંગમાં ઓછામાં ઓછા 32ના મોત
ઓક્ટોબર 2011માં, દાર્જિલિંગના પહાડી શહેરથી લગભગ 30 કિમી દૂર તહેવારોની ભીડથી ભરેલો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 32 લોકોના મોત થયા હતા.
2011: અરુણાચલ પ્રદેશમાં ઓછામાં ઓછા 30 માર્યા ગયા
દાર્જિલિંગમાં એક પુલ તૂટી પડ્યાના એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં, અરુણાચલ પ્રદેશમાં નદી પરનો ફૂટબ્રિજ તૂટી પડતાં લગભગ 30 લોકો માર્યા ગયા હતા.
2007: નેપાળ અને ચીન
ઓગસ્ટ 2007માં ચીનમાં ઓછામાં 64 પુલ નિર્માણ કરી રહેલા શ્રમિકોનું મોત થઈ ગયું હતું, જ્યારે મધ્ય હુનાન પ્રાંતમાં એક પુલ નદીમાં તુટી પડ્યો હતો. ડિસેમ્બર 2017માં દેશના પશ્ચિમમાં ધાર્મિક તીર્થયાત્રિઓથી ભરેલો પુલ તૂટી પડવાથી નેપાલમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા હતા અને 25 લોકો ગુમ થયા હતા. કહેવામાં આવે છે કે દુર્ઘટનાના સમયે રાજધાની કાઠમંડુથી 380 કિલોમીટર પશ્ચિમમાં ભેરી નદી પરના ખાડા પુલ પર લગભગ 400 લોકો હોવાનું કહેવાય છે. 100 થી વધુ લોકો સુરક્ષિત રીતે તરી શક્યા હતા.
2006: પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 40 માર્યા ગયા
ઓગસ્ટ 2006માં, પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા કારણ કે ચોમાસાના વરસાદે દેશના ઉત્તરપશ્ચિમમાં પેશાવરથી 50 કિમી દૂર મરદાન ખાતે પુલ ધોવાઈ ગયો હતો.
2006: બિહારમાં ઓછામાં ઓછા 34ના મોત
ડિસેમ્બર 2006માં, બિહારમાં રેલવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેન પરનો 150 વર્ષ જૂનો પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હતા.
2003: મુંબઈમાં ઓછામાં ઓછા 20ના મોત
ઓગસ્ટ 2003માં, મુંબઈ નજીક એક પુલ નદીમાં તૂટી પડતાં 19 બાળકો સહિત ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા, જેના કારણે એક સ્કૂલ બસ અને અન્ય ચાર વાહનો નદીમાં પડી ગયા હતા.
2003: બોલિવિયામાં ઓછામાં ઓછા 29ના મોત
ડિસેમ્બર 2003માં, પૂરના કારણે રોડ પુલ ધોવાઈ જતાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા હતા. પુલ પાર કરી રહેલા ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયા હતા.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર