Buzzing Stocks: આજે RIL, Infosys, Wipro, Tata Motors સહિત આ શેર રહેશે નજર

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

13 ઓક્ટોબર Buzzing Stocks: આજે દિવસભર આ શેર પર નજર રહેશે. આ એવા શેર છે જેની કંપની માર્કેટ ખુલતા પહેલા જ ચર્ચામાં છે.

  • Share this:
    મુંબઈ: આજે (13 ઓક્ટોબર) અમુક શેર પર ખાસ નજર રહેશે. આ જ કારણ છે કે અમે તમને તેમના વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમે દિવસ દરમિયાન આ શેરમાં રોકાણ કરવું કે નહીં તેનો નિર્ણય કરી શકો. આ ઉપરાંત આ એવા સ્ટોક્સ છે જેની કંપનની કોઈને કોઈ કારણને લીધે બજાર ખુલતા પહેલા જ ચર્ચામાં છે. આજે ઇન્ફોસિસ, વિપ્રો, માઇન્ડટ્રી, Advik Laboratories, Aditya Birla Money, Morarka Finance, નેશનલ સ્ટાન્ડર્ડ Perfect-Octave Media Projects, Plastiblends India, Raghav Productivity Enhancers, SDC Techmedia, Sanathnagar Enterprises, Stratmont Industries અને Unistar Multimedia વગેરે કંપનીઓના ત્રિમાસિક પરિણામ જાહેર થશે.

    આજે આ શેર પર રહેશે નજર:

    Reliance Industries: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સોલાર યૂનિટ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ (RNESL) તરફથી Stiesdal A/S સાથે પાર્ટનરશીપ કરવામાં આવી છે. બંને કંપનીઓ સાથે મળીને હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇજર્સ (HydroGen Electrolyzers)ની ટેક્નોલોજી વિકસિત કરવાની સાથે સાથે તેનું નિર્માણ પણ કરશે.

    Tata Motors: કંપનીએ પોતાના પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી બિઝનેસને શરૂ કરવા માટે એક પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપની (TML EVCo)ને સામેલ કરવાની મંજૂરી આપી છે. સાથે જ TML EVCoમાં 7500 કરોડ રૂપિયાનું રોકાણ કરનારી TPG Rise Climat સાથે જોડાઈ છે. India Markets Rio Pte Ltdને કંપની સાથે Securities Subscription Agreement કરવાની મંજૂરી પણ આપી છે.

    Orient Paper & Industries: બલ્ક ડીલ્સ ડેટા પ્રમાણે L7 Hitech તરફથી એનએસઈ પર 32.53 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર કંપનીએ 21 લાખ ઇક્વિટી શેરની ખરીદી કરવામાં આવી છે.

    IndusInd Bank: કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (Central Board of Direct Taxes) અને કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (Central Board of Indirect Taxes and Customs) તરફથી બેંકને RBI દ્વારા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કર એકત્ર કરવા માટે અધિકૃત કરવામાં આવી છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ આ શેરમાં ફક્ત ત્રણ દિવસમાં કરી 310 કરોડ રૂપિયાની કમાણી, શું તમારી પાસે છે?

    Kreon Finnancial Services: કંપની 18 ઓક્ટોબરના રોજ વર્તમાન શેરધારકોને રાઇટ ઇશ્યૂના રૂપમાં ઇક્વિટી શેર જાહેર કરીને ભંડોળ એકઠું કરવાના પ્રસ્તાવ પર વિચાર કરશે.

    Bajaj Finserv: બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટી લિમિટેડના નામથી ટ્રસ્ટી કંપનીને કંપનીની પૂર્ણ સ્વામિત્વવાળી સહાયક કંપનીના રૂપમાં સામેલ કરી છે.

    Happiest Minds Technologies: કંપનીએ અમેરિકન કંપની Tech4TH Solutions સાથે પાર્ટનરશીપ કરી છે.

    Precision Wires India: કંપનીએ ત્રીજી નવેમ્બરના રોજ શેરના સબ-ડિવિઝન પ્રસ્તાવ પર વિચાર કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published: