Gir-Somnath Rape case: બનાસકાંઠા જિલ્લાના વાવા પંથકમાં પણ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વાવ પંથકમાં એક સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસે તેની પૂછપરછ કરી હતી.
ગીર-સોમનાથ: ગીર-સોમનાથ જિલ્લામાં દુષ્કર્મનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં 12 વર્ષની બાળાને એક 40 વર્ષીય નરાધમે હવસનો શિકાર બનાવી છે. બનાવ ઉના તાલુકાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ( Marine Police Station, Navabandar)ની હદમાં આવતા એક ગામ ખાતે બન્યો છે. જ્યાં એક 12 વર્ષની બાળા પર 40 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું છે. નરાધમ બાળકીને સ્કૂલે મૂકવા જવાનું કહીને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. જે બાદમાં નજીકના ગામે એક ધાર્મિક જગ્યાએ બાળકી પર દુષ્કર્મ (Rape) આચર્યું હતું. આ મામલે સગીરાની માતાએ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે 40 વર્ષીય કાના ઉર્ફે બટર લાખા સોલંકી (Kana Lakha Solanki)ની ધરપકડ કરી છે.
બનાસકાંઠામાં સગીરાના આપઘાતનો પ્રયાસ
બનાસકાંઠા જિલ્લાના વાવા પંથકમાં પણ એક સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વાવ પંથકમાં એક સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. આ મામલે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ
વાવ પંથકની સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રસાય કર્યો હતો. બાદમાં તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, બે યુવકોએ સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપીને ઘરે મળવા બોલાવી હતી. બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન વીડિયો પણ બનાવી લીધો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ જ કારણ હતું કે સગીરાએ કંટાળીને દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાતના અન્ય અપડેટ્સ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ફરીથી વધશે
ગુજરાતમાં એક-બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. જોકે, રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. અમુક જગ્યાઓ પર હળવો વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે (18 જુલાઈ) આગાહી કરી છે કે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ બન્યો રહેશે. આ દરમિયાન અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પણ પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 155 તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમદાવાદના ધોળકામાં થયો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
ધોળા દિવસે વેપારીના માથે બંદૂક મૂકી માંગ્યા ચાર લાખ રૂપિયા
રાજ્યમાં ( Gujarat) એક બાદ એક મોટી લૂંટની (loot in Arvalli) ઘટના સામે આવી રહી છે. અરવલ્લીના મોડાસામાં (Modasha loot) લૂંટની ઘટના સામે આવી છે. મોડાસામાં લૂંટના ઇરાદે ક્રિષ્ના કોર્નર નામની દુકાનમાં આવીને વેપારી પાસે ચાર લાખ રુપિયા આપ્યા હતા. જે બાદ વેપારીએ રુપિયા આપવાની ના પાડી તો, યુવકોએ વેપારીના માથામાં હથોડીથી હુમલો કર્યો હતો. જેથી તેમના માથામાં ઇજા પહોંચી છે જેના કારણે લોહીના ફૂવારા પણ ઉડ્યા હતા. આ વેપારી અને લૂંટારુઓ વચ્ચે ઝપાઝપી થયા બાદ આ લૂંટારુઓ અજાણ્યા વ્યક્તિનું ટુ વ્હુલર તફડાવીને ફરાર થઇ ગચા છે. હાલ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સીસીટીવી ફૂટેજ જોઇને ઘટનાની ઉડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર