સંરક્ષણ મંત્રાયલે સેના અને નેવી માટે મોટી ખરીદીને મંજૂરી આપી દીધી છે. આમાં નેવી માટે 111 હેલિકોપ્ટરઅને લગભગ 150 આર્ટિલરી ગન સિસ્ટમ ખરીદવામાં આવશે. હેલિકોપ્ટર સોદા પર લગભગ 21 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. અધિકારીઓએ આની જાણકારી આપી. સંરક્ષણ મંત્રાલય કુલ 46 હજાર કરોડ રૂપિયાની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેમાં હેલિકોપ્ટર સોદો પણ સામેલ છે. સંરક્ષણ પરિષદની (ડીએસી)ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએસી સંરક્ષણ મામલાઓ પર નિર્ણય લેનાર મંત્રાલયનું ટોચનું એકમ છે.
સીનિયર અધિકારીઓએ કહ્યું, ડીએસસીએ 21,000 કરોડથી વધારેના ખર્ચથી ભારતીય નેવીને 111થી વધારે બહુમુખી હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી આપી દીધી છે. અધિકારીઓએ કહ્યું કે, ડીએસીએ લગભગ 24,879 કરોડ રૂપિયાના કેટલાક અન્ય સંરક્ષણ પ્રસ્તાવો પર પણ લીલી ઝંડી બતાવી છે.
આમાં આર્મી માટે 150 બધી જ રીતે સ્વદેશી ડિઝાઈન અને વિકસિત 155 એમએમવાળી ન્યૂ ટેકનોલોજીયુક્ત તોપો ખરીદવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આના પર લગભગ 3,364 કરોડ રૂપિયા ખર્ચ થશે.
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે, ડીએસીએ કેટલાક અન્ય ખરીદી પ્રસ્તાવોને પણ મંજૂરી આપી છે, જેમાં લગભગ 24,879 કરોડ રૂપિયા ખર્ચ થશે. આમાં સેના માટે 155MMવાળી અદ્યતન આર્ટિલરી ગન પણ ખરીદવામાં આવશે. આ ગ્નસને ડિફેન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા ડિઝાઈન અને બનાવવામાં આવશે. આના પર લગભગ 3,364 કરોડ રૂપિયા ખર્ચ થશે.
આની સાથે 14 વર્ટિંકલ લોન્ચવાળી શોર્ટ રેન્જ મિસાઈલ સિસ્ટમની ખરીદીને પણ ડીએસીએ મંજરી આપી છે. આમાં 10 સિસ્ટમ પણ સ્વદેશી હશે.
જણાવી દઈએ કે, આ ખરીદી લાબા સમય સુધી અટકેલી હતી. પાછલા વર્ષ ઓગસ્ટમાં નેવીએ 111 યૂટિલિટી અને 123 મલ્ટી રોલ હેલિકોપ્ટર ખરીદવા માટે રિક્વેસ્ટ ફોર ઈન્ફર્મેશન (RFI) આપ્યું હતું. આનાથી પહેલા પણ આની ખરીદી માટે 2011 અને 2013માં પણ RFI આપવામાં આવ્યું હતું.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર