મહારાષ્ટ્ર : ધુલેમાં કેમિકલ ફૅક્ટરીમાં બ્લાસ્ટ, 11 લોકોનાં મોત, 35 ઘાયલ

News18 Gujarati
Updated: August 31, 2019, 2:11 PM IST
મહારાષ્ટ્ર : ધુલેમાં કેમિકલ ફૅક્ટરીમાં બ્લાસ્ટ, 11 લોકોનાં મોત, 35 ઘાયલ
બ્લાસ્ટ બાદ ફૅક્ટરીમાં લાગી આગ, ઝેરી ધૂમાડાને કારણે આસપાસના ગામોમાં ઊભો થયો ખતરો

બ્લાસ્ટ બાદ ફૅક્ટરીમાં લાગી આગ, ઝેરી ધૂમાડાને કારણે આસપાસના ગામોમાં ઊભો થયો ખતરો

  • Share this:
મહારાષ્ટ્રના ધુલેમાં એક કેમિકલ ફૅક્ટરીમાં વિસ્ફોટ થયો છે. જેમાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા છે જ્યારે 35 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ વિસ્ફોટ બાદ લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ફૅક્ટરીમાં થયેલા આ બ્લાસ્ટથી વિસ્તારમાં દોડાદોડી થઈ ગઈ છે. ઘટનાસ્થળે ફૅક્ટરીના અધિકારી અને કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડના કર્મચારી રાહત કાર્યમાં લાગેલા છે. આ દરમિયાન લગભગ 40 કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડ વિભાગનું કહેવું છે કે મૃતકોની સંખ્યામાં વધારો થવાની આશંકા છે. તેની સાથે જ ફૅક્ટરીમાંથી ઝેરી ધૂમાડા નીકળી રહી છે જે આસપાસના ગામોમાં ફેલાઈ રહી છે. જેનાથી ખતરો વધવાની શક્યતા છે.
બીજી તરફ, સ્થાનિક લોકોએ જણાવ્યું કે બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો. સાથોસાથ અનેક કિલોમીટર દૂરથી જ બ્લાસ્ટ બાદનો કાળો ધૂમાડો જોઈ શકાય છે.
First published: August 31, 2019
વધુ વાંચો
अगली ख़बर