Home /News /gujarat /રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: 109 IASની બદલી, પ્રવિણા ડી.કે બન્યા અમદાવાદના કલેક્ટર

રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: 109 IASની બદલી, પ્રવિણા ડી.કે બન્યા અમદાવાદના કલેક્ટર

પ્રવિણા ડી.કેને અમદાવાદ કલેક્ટર બનાવાયા છે.

Gandhinagar News: એક ચર્ચા હતી કે બજેટ સેશન પૂરુ થયા પછી ફરી એકવાર બદલીઓનો ગંજીપો ચીપાશે ત્યારે આજે રાજ્યમાં 09 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. ટોચના સૂત્રોનુ માનીએ તો IPS ની બદલીઓ હજુ 6-8 મહિનાઓ સુધી નથી.

ગાંધીનગર: ગુજરાતમાં આઇએએસ અને આઇપીએસની બદલીઓ ક્યારે આવશે? એની ચર્ચા અને ઇંતેજારી પૂરી થઇ ગઇ છે. રાજ્યમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીણા, મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તો પ્રવિણા ડી.કેને અમદાવાદ કલેક્ટર બનાવાયા છે.

એક ચર્ચા હતી કે બજેટ સેશન પૂરુ થયા પછી ફરી એકવાર બદલીઓનો ગંજીપો ચીપાશે ત્યારે આજે રાજ્યમાં 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. ટોચના સૂત્રોનુ માનીએ તો IPS ની બદલીઓ હજુ 6-8 મહિનાઓ સુધી નથી.

રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફાર

રાજ્યના 109 IASની બદલી કરવામાં આવી છે. જેમાં 10 IAS અધિકારીને પ્રમોશન અપાયા છે. જેમાં મુકેશ પુરીને ACS હોમ, એ.કે.રાકેશ ક્રૃષિ વિભાગના ACS, કમલ દાયાણીને GADનો ચાર્જ સોંપાયો, અરુણ સોલંકીની વેરહાઉસિંગ કોર્પો.ના MD તરીકે બદલી, પ્રવિણા ડી.કે. અમદાવાદના નવા કલેક્ટર બન્યા, મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ વિભાગના મુખ્ય અગ્ર સચિવ બનાવાયા છે, રમેશ મીણાને પુરવઠા વિભાગના અગ્ર મુખ્ય સચિવ બનાવાયા છે, મોહમ્મદ શાહીદ સ્પીપાના ડાયરેક્ટર બનાવાયા છે, એસ.જે.હૈદરને ખાણ અને ખનીજ વભાગના ACS બનાવાયા છે, સંજીવ કુમારને વન અને પર્યાવરણ વિભાગનો ચાર્જ સોંપાયો છે. મિલિન્દ તોરવણેને પેટ્રોલિયમ કોર્પો.ના MD બનાવાયા છે, રાહુલ ગુપ્તાની ઇન્ડસ્ટ્રીયલ કમિશનર તરીકે નિમણૂંક કરાઇ છે.

આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મના આસિ. ડિરેકટરનું રોડ અકસ્માતમાં નિધન; મલ્હાર ઠાકરે કહ્યુ- 'તમારા બાપનું મેદાન...'

વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા પછી એપ્રિલ મહિનામાં અધિકારીઓને પ્રમોશન મળે તેવી શકયતા હતી પરંતુ માર્ચ મહિનાના છેલ્લા દિવસે જ 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે. પ્રવિણા ડી.કેને અમદાવાદ કલેક્ટર બનાવાયા છે.

આ પણ વાંચો: અસ્થિર મગજની યુવતીની લાજ બચાવવા જતાં યુવકે જીવ ખોયો

ઉલ્લેખનિય છે કે, ગત શુક્રવારે મોડી સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સફર્સને લગતી આખરી ફાઇલો પર પોતાની મહોર લગાવી હતી. સૂત્રોનું માનીએ તો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ આઇએએસ કેડરમાં ધરખમ ફેરફારોની થવાની સંભાવના છે. સૂત્રોનું માનીએ તો રાજ્યના વહીવટી તંત્રમાં ધરમૂળથી પરિવર્તન આવે એ પ્રકારે આ વખતે બદલીઓનું લિસ્ટ રેડી કરાયુ છે. આ નિમણુંકોના પરિણામે રાજ્યના વહીવટી તંત્રમાં અકલ્પનિય પરિવર્તનો આવશે.

સૂત્રો અનુસાર, એક સમયે એમ જણાતું હતુ કે માત્ર આઇએએસ કેડરમાં જ પ્રમોશન્સ અને બદલીઓ આવશે પરંતુ જે પ્રકારે જેલમાં રેઇડનો સિલસિલો ચાલ્યો છે તે જોતાં ટૂંક સમયમાં જ ફરી આઇપીએસની બદલીઓનો ગંજીપો પણ ચીપાશે. નિષ્ઠાવાનને ટોચે બેસાડાશે, અને કરપ્ટવને સાઇડલાઇન કરાશે.
First published:

Tags: Gujarat IAS Promotion, Gujarat IAS Transfer, IAS Transfer Order