કોરોના સામે જંગ લડવા ગુજરાતના સાંસદોએ કરોડો રૂપિયાના ફંડ રિલીઝ કર્યા

G
Updated: January 1, 1970, 5:30 AM IST
કોરોના સામે જંગ લડવા ગુજરાતના સાંસદોએ કરોડો રૂપિયાના ફંડ રિલીઝ કર્યા
રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના વહીવટી તંત્રને 50-50 લાખની ગ્રાન્ટ ફાળવી છે

રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના વહીવટી તંત્રને 50-50 લાખની ગ્રાન્ટ ફાળવી છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસનો કહેર ગુજરાત (Gujarat)સહિત વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસ(Coronavirus)ના 35 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસને વધુ ફેલાતો રોકવા માટે સરકાર પગલા ભરી રહી છે. સરકારની મદદ માટે ગુજરાતના સાંસદો આગળ આવ્યા છે. રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના વહીવટી તંત્ર ને 50-50 લાખની ગ્રાન્ટ ફાળવી છે. એટલે કુલ 2 કરોડ 50 લાખ નું ફંડ રિલીઝ કર્યું છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરિટ સોલંકી, સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ, પાટણ ના સાંસદ ભરતસિંહ ડાભી, અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે 1-1 કરોડની ગ્રાન્ટ પોતાના મત વિસ્તારમાં કોરોના વાયરસ સામે વ્યવસ્થા ઉભી કરવા સ્થાનિક વહીવટી તંત્ર ને 1-1 કરોડનું ફંડ રિલીઝ કર્યું છે. જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ 25 લાખનું ફંડ રિલીઝ કર્યું છે. આ પણ વાંચો - કોરોના વાયરસ : ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પોતાનું ઘર સેનિટાઈઝ કર્યું આ તમામ સાંસદોએ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના નિધી (MPLADS)માંથી કોરોના વાયરસની મહામારીમાં અમદાવાદની વિવિધ સરકારી હોસ્પિટલો અને એએમસીની હોસ્પિટલોમાં, અર્ધ સરકારી હોસ્પિટલમાં, વેન્ટીલેટરો તેમજ કોરોનાની બિમારી અંગેના મેડીકલ સાધનોની સુવિધા માટે ફાળવેલ ગ્રાન્ટનો ઝડપથી અમલીકરણ કરવાની માંગ કરી છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर