પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાને

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત

Gujarat Electioon 2022: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે, જ્યારે પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે.

    અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે, જ્યારે પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદાવારો ચૂંટણી મેદાને છે. જ્યારે કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો વોટ આપશે. 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે. 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરુષ મતદારો મતદાન કરશે. જ્યારે પ્રથમ તબક્કાના મતદાન માટે આખરી ઓપ અપાઈ રહ્યો છે.

    5 લાખ 74 હજાર 500 લોકો પ્રથમવાર મતદાન કરશે

    પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે, ત્યારે 19 જિલ્લામાં પ્રથમ તબક્કાના મતદાનને લઈ મુખ્ય ચૂંટણી અધિકારીએ માહિતી આપી હતી. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. 5 લાખ 74 હજાર 500 લોકો પ્રથમવાર મતદાન કરશે. સાથે જ મતદાનના દિવસે પેડ હોલિ ડેની જાહેરાત કરવામાં આવી છે. જેમને લઈ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદાનનો અધિકાર ધરાવતા તમામને મતદાન કરવાની અપિલ કરી હતી.

    48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

    પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે 29 નવેમ્બરના સાંજના 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે.

    આ પણ વાંચો: મહીસાગર: સદી વટાવી ચૂકેલા પતિ-પત્ની, 64 વખત કરી ચૂક્યા છે મતદાન

    બીજા તબક્કાની ચૂંટણી માટે 3 ડિસે. સાંજના 5 વાગ્યા સુધી પ્રચાર

    પ્રથમ તબક્કામાં 29 નવેમ્બરના સાંજના 5 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે. જ્યારે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ સાંજના 5 કલાકે મતદાન પૂરું થવાનું હોઈ બીજા તબક્કાની ચૂંટણી માટે 3 ડિસેમ્બરના સાંજના 5 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે.

    પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન

    - પ્રથમ તબક્કામાં 12 મંત્રીઓની શાખ દાવ પર
    - પ્રથમ તબક્કામાં 12 પૂર્વ મંત્રીઓની શાખ દાવ પર
    - પ્રથમ તબક્કામાં કોંગ્રેસના 3 કાર્યકારી પ્રમુખ પણ મેદાને
    - 88 બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ મેદાને
    - પ્રથમ તબક્કામાં કુલ 70 મહિલા ઉમેદવાર
    - 19 જિલ્લામાં પ્રથમ ફેઝમાં મતદાન થશે
    - 5,74,500 લોકો પ્રથમ વાર મતદાન કરશે
    - પ્રથમ તબક્કામાં કુલ 5229 ફરિયાદો મળી હતી
    - 9 પોલીસ ફરિયાદ કરવામાં આવી છે
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन