કોરોનાનો ડરઃ મહિલાએ છીંક ખાધી તો સ્ટોર માલિકે ફેંકી દીધો 26 લાખનો ખાવાનો સામાન

G
Updated: January 1, 1970, 5:30 AM IST
કોરોનાનો ડરઃ મહિલાએ છીંક ખાધી તો સ્ટોર માલિકે ફેંકી દીધો 26 લાખનો ખાવાનો સામાન
મહિલા સ્ટોરમાં પ્રવેશીને બેકરી અને અન્ય ખાદ્ય પદાર્થો પર છીંક ખાવા લાગી, પોલીસે કરી ધરપકડ

મહિલા સ્ટોરમાં પ્રવેશીને બેકરી અને અન્ય ખાદ્ય પદાર્થો પર છીંક ખાવા લાગી, પોલીસે કરી ધરપકડ

  • Share this:
ન્યૂયોર્કઃ કોરોના વાયરસ (Coronavirus) નો ડર સમગ્ર દુનિયામાં છવાયેલો છે. ખાસ કરીને અમેરિકા (America)માં તો સ્થિતિ દરરોજ વધુને વધુ બગડતી જઈ રહી છે. અહીં મૃતકોનો આંકડો પહેલા જ એક હજારથી પાર થઈ ગયો છે. આ દરમિયાન પેન્સિલવાનિયાથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક કરિયાણાના સ્ટોરમાં 35 હજાર ડૉલર એટલે કે લગભગ 26 લાખ રૂપિયાનું ખાવાનું ફેંકી દેવામાં આવ્યું. તેની પાછળનું કારણ હતું એક મહિલાની છીંક. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાએ દુકાનમાં ખાવાના સામાનવાળા હિસ્સા પર છીંક ખાધી હતી. જેથી દુકાનદારે તમામ સામાન ફેંકી દીધો. CNNના અહેવાલ મુજબ, દુકાનદારને એ વાતનો ડર હતો કે ક્યાંક આ મહિલા કોરોના વાયરસની પોઝિટિવ તો નથી ને! પોલીસે ધરપકડ કરી દુકાનદાર મુજબ, આ મહિલાએ સ્ટોરમાં ઘૂસતાં જ છીંક ખાવાનું શરૂ કરી દીધું હતું. તેણે સ્ટોરમાં સામે રાખેલી બેકરીના સામાન અને મીટ પર છીંકવાનું શરૂ કરી દીધું. તાત્કાલિક સ્ટોર માલિકે તમામ સામાન ફેંકી દીધો. પોલીસને બોલાવવામાં આવી અને તે મહિલાને કસ્ટડીમાં લઈ લેવામાં આવી. આ પણ વાંચો, એક જ પરિવારના 12 લોકો કોરોનાની ઝપટમાં આવ્યા, 4 સભ્યો હજ કરી પરત ફર્યા હતા પોલીસના જણાવ્યા મુજબ, તે મહિલાએ જાણી-જોઈને આવું કર્યું હતું. હવે આ મહિલા પર અપરાધિક કેસ ચલાવવામાં આવશે. પ્રારંભિક રિપોર્ટ મુજબ, તે મહિલા કોરોના વાયરસની પોઝિટિવ નથી. પરંતુ પોલીસે કહ્યું કે ટૂંક સમયમાં તેના ટેસ્ટ કરાવવામાં આવશે. આ પણ વાંચો,ગુજરાતની આ 4 ખાનગી લૅબને કોરોના વાયરસ સંક્રમણ ટેસ્ટ કરવાની મંજૂરી મળી, જુઓ યાદી
First published: March 27, 2020
વધુ વાંચો
अगली ख़बर