Home /News /gir-somnath /ગતિશીલ ગુજરાતના આ ગામમાં પાણી માટે વલખા, પંદર દિવસથી પાણી જ નથી આવ્યું

ગતિશીલ ગુજરાતના આ ગામમાં પાણી માટે વલખા, પંદર દિવસથી પાણી જ નથી આવ્યું

પાણી માટે વલખા

Water scarcity in Gir Somnath: ગીર ગઢડાના નવા ઉગલા ગામે પંચાયતના પાપે પાણી માટે આખુ ગામ વલખા મારી રહ્યું છે. નલ સે જલ યોજના હેઠળ કામ કરી ઘરે ઘરે નળ કનેકશન તો આપ્યા પરંતુ પાણી જ આવ્યું નથી. નળના કનેક્શન જરૂર અપાયા પરંતુ જાણે પંચાયત અને તંત્ર પાણી આપવાનું ભૂલી ગઈ હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી આ ગામના પ્લોટ વિસ્તારમાં 200 જેટલા મકાનો માં પાણી જ આવતું નથી.

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર ગઢડાના નવા ઉગલા ગામે પંચાયતના પાપે પાણી માટે આખુ ગામ વલખા મારી રહ્યું છે. નલ સે જલ યોજના હેઠળ કામ કરી ઘરે ઘરે નળ કનેકશન તો આપ્યા પરંતુ પાણી જ આવ્યું નથી. ગામની મહિલાઓને દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે. ગીર સોમનાથ જિલ્લાના જૂના ઉગલા ગામના, જે પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ છે. ચાલુ પંચાયતે 55 લાખના ખર્ચે ગ્રામ પંચાયત દ્વારા નલ સે જલ યોજના હેઠળ ગામમાં ઘરે ઘરે નળ કનેકશન આપવામાં આવ્યા. જોકે નળના કનેક્શન જરૂર અપાયા પરંતુ જાણે પંચાયત અને તંત્ર પાણી આપવાનું ભૂલી ગઈ હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી આ ગામના પ્લોટ વિસ્તારમાં 200 જેટલા મકાનો માં પાણી જ આવતું નથી.

    પંદર દિવસથી પાણી માટે વલખા


    ગામ લોકોએ એક દિવસ, બે દિવસ એમ 15 દિવસ સુધી રાહ જોઈ! પણ પાણી જ આવ્યું. અને આખરે ગામના કેટલાક યુવાનોની ધીરજ ખૂટી અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવી પડી છે. જુના ઉગલા ગામે પોલ્ટ વિસ્તારમાં અંદાજીત 300 પરીવાર રહે છે અને પણ મંજુરી પર પોતાનું ઘર ચલાવતા લોકો.પરંતુ છેલ્લા 15 થી 20 દીવસ થી પોલ્ટ વિસ્તાર આવેલ ગ્રામપંચાયતના બોરમાંથી મળતા પાણીના બોરમાં મોટર ફસાઈ જતાં પોલ્ટ વિસ્તારના લોકો તથા મહિલાઓને પીવાના પાણી માટે ફાંફાં થઈ રહ્યા છે. જેની રજુઆત ગીર ગઢડા તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામપંચાયત સહિતના આગેવાનો અનેક વારંવાર કર્યા છતાં આગેવાનો કે તંત્રના પેટ નું પાણી હલતું નથી.

    નળ સે જળ યોજના કેટલી સફળ?


    ઉલ્લેખનીય છે કે, મહિલાઓને એક થી બે કિલોમીટર દૂર પિયત વિસ્તારમાંથી પાણી ભરવા જવું પડે છે. અને ત્યા પણ શુધ્ધ પાણી નથી મળતુ. એવામાં ઘણી વાર ડંકીમાંથી પાણી આવતુ બંધ થઈ જાય તો હવાડામાંથી પાણી ભરવું પડે છે. મનુષ્યને જમ્યાં વગર ચાલે પરંતુ પાણી વિના કેમ ચાલે? આવા પ્રશ્ન ગામના લોકો કરી રહ્યા છે. પોલ્ટ વિસ્તારમાં ઘરે ઘરે નળ છે અને પોલ્ટ વિસ્તારના લોકોએ નળ લાઈનના એક એક હજાર રૂપિયા ભરી પણ દીધા છે. પરંતુ નળમાં પાણી આવતું નથી. મોટા આગેવાનોને પાણી માટે અનેક રજુઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી. મજુરીએ જવું કે દૂર દૂર પાણી ભરવા જવું તે પ્રશ્ન છે.


    કૂવા અને બોર પણ સુકાઈ ગયા


    આમ પણ ગીર વિસ્તાર હોવાથી ઉનાળાની શરૂઆત થતાંની સાથે કૂવા અને બોરમાંથી પાણી સુકાઈ જતા હોય છે. હજુ તો ઉનાળાના આકરા દિવસો બાકી છે, ત્યાં ગીર ગઢડા નવા ઉગ્લા ગામે પાણી પારાયણ શરૂ થતાં મહિલાઓને દૂર દૂર સુધી ભટકવું પડે છે. બીજી તરફ જૂના ઊગલા ગામમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયત ન હોવાના કારણે સરકાર દ્વારા વહીવટદાર નીમવામાં આવ્યા છે. આ જ વહીવટદારોને ગ્રામ પંચાયતોનું સંચાલન કરવા નું હોય છે. પરંતુ એક વહીવટદાર પાસે અનેક ગામોનું ભારણ હોવાથી દરેક ગામમાં પહોચવું અઘરું બન્યું છે. જોકે તેમ છતાં બોરની મોટર સહિતની વ્યવસ્થા કરાય છે અને આગામી સમયમાં ગામના લોકોને પાણી મળી રહવાનું વહીવટદારનું કહેવું છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gir Somnath news, Water Crisis, Water Problem