Home /News /gir-somnath /ગીરના જેપૂર ગામમાં પાણીની પારાયણ, મામલતદાર કચેરીએ ‘પાણી આપો, પાણી આપો’ના નારા ગૂંજ્યા

ગીરના જેપૂર ગામમાં પાણીની પારાયણ, મામલતદાર કચેરીએ ‘પાણી આપો, પાણી આપો’ના નારા ગૂંજ્યા

પાણીની પારાયણ

Water shortage in Gir: એક તરફ ઉનાળામાં ધોમ તાપ પડી રહ્યો છે તો બીજી તરફ ગીરના ગામોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. જેને તંત્રની લાપરવાહી કહો કે અધિકારીઓની આળશ, ઉનાળો આવતા તાલાલાના જેપૂર ગામમાં મહિલાઓને પાણી માટે દરદર વલખા મારવા પડે છે.

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: એક તરફ ઉનાળામાં ધોમ તાપ પડી રહ્યો છે તો બીજી તરફ ગીરના ગામોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. જેને તંત્રની લાપરવાહી કહો કે અધિકારીઓની આળશ, ઉનાળો આવતા તાલાલાના જેપૂર ગામમાં મહિલાઓને પાણી માટે દરદર વલખા મારવા પડે છે. જુઓ આ દ્રશ્યો તાલાલા ગીરના જેપુર ગામના, જ્યાં તાલાલાના ગીર વિસ્તારની નજીક આવેલું જેપુર ગામમાં છેલ્લા 14 વર્ષથી સ્વજલધારા યોજનાની પાઈપ લાઈન 500 મીટર જેટલા એરિયામાં બનવાની બાકી હોય લોકો એક દાયકાથી વધારે સમયથી ઉનાળામાં પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળે છે. જે ગામમાં પીવાનું પાણી ન હોય ત્યાં ખેતી અને પશુપાલનની તો શું સ્થિતિ હોય તે કલ્પના કરી શકાય છે.

    પાણી ન આવતા લોકોને ભારે હાલાકી


    ગામના બોરમાં પાણી ન હોય પાણીનું વિતરણ કરી શકાતું નથી. અને જેમ-જેમ ઉનાળો આગળ વધશે તેમ તેમ જેપુર ગામની અંદર પાણીનો પોકાર વધશે. વાડી વિસ્તારની અંદર ખાનગી કૂવામાંથી અમુક વખત મહિલાઓને દયા ખાઈને પાણી આપવામાં આવે છે તો અમુક વખત પાણી ન મળવાને કારણે બે થી ત્રણ કિલોમીટર દૂર ગયેલ મહિલાઓ બળબળતા તાપ એ ખાલી બેડા લઈ અને ઘરે પરત ફરે છે. હાલ ગામમાં પંચાયત પણ નથી અને વહીવટદાર નીમવામાં આવ્યા છે. પરંતુ ગ્રામ પંચાયત પાસે પાણીનો કોઈ સ્ત્રોત નથી. અને ઉનાળો આવતાં આ ગામના કૂવા અને બોર ના તળ માં પાણી રહેતા નથી. જેને કારણે 5 થી 7 દિવસે પાણી વિતરણ થાય છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં અહીં કરા પડવાની આગાહી, ક્યારથી કમોસમી વરસાદનું જોર ઘટશે?

    નલ સે જળ અહીં નામ માત્રની


    આ શબ્દો પાણી વિતરણ કરતા વ્યક્તિના છે. ગામમાં ‘નલ સે જળ’ની યોજના પણ છે પરંતુ આયોજન વગર શું કામની? આ ગામમાં ઘર ઘર પાણી જેવી સરકારની વાતો જૂઠી સાબિત થાય છે. ગામમાં બોર છે પણ બોરમાં પાણી નથી. જેથી મહિલાઓને ભારે હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. ગામની મહિલાઓને ગામથી 3 કિલોમિટર દૂર પાણી ભરવા માટે જવું પડે છે. અને આટલે દૂર જવા છતા પણ ક્યારેક તેમને પાણી મળતું નથી. છેલ્લા કેટલાક વર્ષોની સમસ્યાને લઈ હવે ગામજનો પણ થાક્યા અને આજે તાલાળા મામલદાર કચેરી કચેરી ખાતે ઘસી આવ્યા.


    પાણી આપો પાણી આપો


    ઉલ્લેખનીય છે કે, જ્યાં પહોંચતા જ ગામના પુરુષો અને મહિલાઓ એ સૂત્રોચાર કરી પાણીની માંગ કરી કે, ‘પાણી આપો પાણી આપો, સરકાર અમને પાણી આપો’ જોકે નવાય ની બાબત તો એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ ગામમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને પાણી પુરવઠા વિભાગથી લઈ મામલતદાર અને કલેકટર સુધી રજૂઆતો કરી છતાં કેમ આ ગામના લોકોનો પાણીનો પોકાર અધિકારીઓના કાને પહોંચતો નથી. કે પછી અધિકારીઓ પણ એક બીજાને ખો આપી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gir Somnath news, Water Crisis, Water shortage

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો