Home /News /gir-somnath /વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે PGVCLના અધિકારીએ ફરજ પર રુકાવટની ફરિયાદ કરી, ગામ લોકોએ કહ્યું...

વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે PGVCLના અધિકારીએ ફરજ પર રુકાવટની ફરિયાદ કરી, ગામ લોકોએ કહ્યું...

ફરજ રુકાવટની ફરિયાદ

Gir Somnath Latest News: વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ PGVCL ના અધિકારી દ્વારા ફરજ રુકાવટ ની ફરિયાદ, તો બીજી તરફ ગ્રામપંચાયત દ્વારા PGVCL ના અધિકારી દ્વારા મનસ્વી વર્તન ની ફરિયાદ સાથે ખોટી ફરિયાદ નોંધાવ્યાનો આરોપ લગાવ્યો.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ PGVCL ના અધિકારી દ્વારા ફરજ રુકાવટ ની ફરિયાદ, તો બીજી તરફ ગ્રામપંચાયત દ્વારા PGVCL ના અધિકારી દ્વારા મનસ્વી વર્તન ની ફરિયાદ સાથે ખોટી ફરિયાદ નોંધાવ્યા નો આરોપ લગાવ્યો. આ દ્રશ્ય છે વેરાવળ તાલુકાના ઉંબા ગામ અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના, અહીં તારીખ 29 માર્ચના PGVCLની ટીમ દ્વારા વીજ ચેકિંગ કરવા જતાં કોંગી અગ્રણી સાથે રકજક થયા ની ફરિયાદ નોંધાયા છે.

    હિરેન બમરોટિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ


    વાત જાણે એમ છે કે વિજબીલ ની બાકી રકમ હોવાથી કનેક્શન કાપી નાખતા વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેન બમરોટિયા રજુઆત કરવા દોડી આવ્યા હતા અને અધિકારી સાથે બોલાચાલી કરતા PGVCLના જુ.ઈજનેર પ્રદિપ ઝાલાએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હિરેન બમરોટિયા વિરુદ્ધ ફરજ રુકાવટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો: સુરતની 14 વર્ષની બહુમુખી પ્રતિભા ધરાવતી બાળલેખિકા ભાવિકા મહેશ્વરી

    વીજ કનેક્શન કાપ્યું હોવાનો આરોપ લગાવ્યો


    એક તરફ PGVCLના અધિકારી દ્વારા કથિત રીતે ફરજ રુકાવટની પોલીસ ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ ઉંબા ગામે ગ્રામ પંચાયતના ઉપસરપંચ સહિત ગ્રામજનોએ PGVCLના અધિકારી પ્રદીપ ઝાલા વિરુદ્ધ મનસ્વી વર્તનના આક્ષેપો લગાવી હિરેન ભાઈ પર ખોટી ફરિયાદ નોંધાવ્યાનું જણાવી રહ્યા છે, અને જેમનું વીજ કનેક્શન કાપવામાં આવ્યુ તેમનો પણ આરોપ છે કે અમો ત્રણ વર્ષથી વીજ લાઇન બદલવા અરજી કરી છે અને બીલની રકમ ભરવા તૈયાર હોવા છતાં દાદાગીરી કરી વીજ કનેક્શન કાપી નાખેલ છે.

    મીડિયા સમક્ષ બોલવા ઇનકાર કર્યા


    ઉલ્લેખનીય છે કે, જયારે વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરણ બમરોટિયા એ પણ પોતાના પર રાજકીય કિન્નખોરી રાખી ખોટી ફરિયાદ નોંધાવ્યાનું જણાવી પોતાને પોલીસ તપાસ પર ભરોસો છે અને સાચી હકીકત સામે આવશે. બીજી તરફ PGVCLના અધિકારી પ્રદિપ ઝાલા આ મુદ્દે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા ઇન્કાર કરી રહ્યા છે ત્યારે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું રહ્યું.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gir Somnath news, Gir Somnath Samachar, Gujarati news