Home /News /gir-somnath /Gir Somnath: દેશનું એક માત્ર અનોખું મતદાન મથંક, જાણો અહીં કેટલા મતદાર છે
Gir Somnath: દેશનું એક માત્ર અનોખું મતદાન મથંક, જાણો અહીં કેટલા મતદાર છે
બાણેજ ખાતેના મહંત
ઉના તાલુકાનાં ગીર જંગલમાં આવેલા બાણેજ ખાતે માત્ર એક મતદાતા માટે મતદાન મથક ઉભુ કરવામાં આવે છે.ભારત દેશમાં લોકશાહીનું કેટલું મહત્વ છે. તેનો જવાબ બાણેજ ખાતેનું મતદાન મથક છે.અહીં મહંત હરિદાસ ગુરુ દર્શનદાસ ઉદાસીન બાપુ દેશના સહુથી અનોખા મતદાતા છે.
Dharmesh Jethwa, Gir Somnath: ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે, ત્યારે પ્રથમ તબક્કામાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા ખાતે મતદાન થશે.ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં આવતા બાણેજ ખાતે મહંત પોતાનો મત આપી શકે તે માટે તંત્ર દ્વારા બાણેજમાં મતદાન મથક ઉભુ કરવામાં આવશે. અન્ય મતદાન મથકોમાં સ્ટાફ હોય છે તેટલો જ સ્ટાફ અહીં ફાળવવામાં આવશે.
અહીં થાય છે 100 ટકા મતદાન
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં આવેલ બાણેજ ખાતેના મહંત ભરતદાસજી મહારાજ પહેલાં 20 કિમી જેટલું અંતર કાપી બાણેજ ગામમાં મતદાન કરવા માટે જતા હતા.ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ કોઈ મતદારનું મતદાન મથક 1કિમી થી વધારે દૂર હોવું ન જોઈએ ત્યારે 2009ની લોકસભાની ચૂંટણી થી પ્રથમ વખત એક મતદાર માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન મથક ઉભુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં દરેક ચુંટણીમાં બાણેજ ગીરના મહંત ભરતદાસજી બાપુ દ્વારા મતદાન કરવામાં આવતું હતું. અહીં 100 ટકા મતદાન થતુ હોય છે,
આ મતદાન પર કેટલો રહે છે સ્ટાફ
ત્યારે ત્યારે 3 વર્ષ પૂર્વે મહંત ભરતદાસજી બાપુનું નિધન થતાં હરિદાસ ગુરુ દર્શનદાસ ઉદાસીનબાપુ મહંત તરીકે છે,ત્યારે ચૂંટણી પંચ દ્વારા બાણેજ ખાતે વનવિભાગ ના ક્વાર્ટર માં મતદાન મથક ઉભુ કરવામાં આવશે જેમાં મતદાન મથક માં 1 પ્રિસાઈડિંગ ઓફિસર,2 પોલિંગ એજન્ટ,1 પટાવાળો,2 પોલીસ તેમજ 1 સીઆરપીએફ મળી કુલ 7 વ્યક્તિનો સ્ટાફ બાણેજ ખાતે ફાળવવામાં આવશે.
લોકો વધુમાં વધુ મતદાન કરે
બાણેજના એકમાત્ર મતદાતાનું બહુમાન ભોગવતા મહંત હરિદાસ ગુરુ દર્શનદાસ ઉદાસીને જણાવ્યું હતુ કે, આ ગામમાં મારો એક મત હોય માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી કામગીરીથી હું સન્માનની લાગણી અનુભવું છું.દેશની લોકશાહી માટે આ ગૌરવની વાત છે અને હું મારો મત જંગલ વચ્ચે આપુ છું. તેમ સમગ્ર ભારત દેશમાં તમામ મતદારો મત આપે અને દરેક ચૂઠણીમાં વધુમાં વધુ મતદાન થાય તે જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર