Home /News /gir-somnath /Gir Somnath: આ ખેડૂતને મરચાએ કર્યા માલામાલ, 60 લાખની કમાણી થઇ!

Gir Somnath: આ ખેડૂતને મરચાએ કર્યા માલામાલ, 60 લાખની કમાણી થઇ!

X
સોનારીયા

સોનારીયા ગામના ખેડૂત દર વર્ષે બે પદ્ધતિથી મરચીનું વાવેતર કરે છે. 30 વીઘામાં સાદી અને ગ્રો કવર પદ્ધતિથી મરચીનું વાવેતર કરે છે અને વર્ષે લાખોની કમાણી કરે છે.

સોનારીયા ગામના ખેડૂત દર વર્ષે બે પદ્ધતિથી મરચીનું વાવેતર કરે છે. 30 વીઘામાં સાદી અને ગ્રો કવર પદ્ધતિથી મરચીનું વાવેતર કરે છે અને વર્ષે લાખોની કમાણી કરે છે.

 Bhavesh Vala, Gir Somnath : વેરાવળ પંથકમાં મરચાનું વાવેતર થયું છે. અહી સીઝનમાં તો મરચાની મબલક આવક થાય છે. ત્યારે ખેડૂતોએ મરચીનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું છે. સોનારીયા ગામના ખેડૂત દર વર્ષે બે પદ્ધતિથી મરચીનું વાવેતર કરે છે. 30 વીઘામાં સાદી અને ગ્રો કવર પદ્ધતિથી મરચીનું વાવેતર કરે છે. રામસિંહભાઇ ઝાલા જાતે જ બે વીઘામાં મરચાનો રોપ તૈયાર કરી તેનું વાવેતર કરે છે. હાલ મરચીનું વાવેતર શરૂ કરી દીધું છે. મરચીના રોપ તૈયાર કરવાની શરૂઆત ઓક્ટોબર માસથી કરી દેવામાં આવે છે અને 40 થી 45 દિવસમાં રોપ તૈયાર થઈ જાય છે. તેમજ નવેમ્બર માસની શરૂઆતમાં મરચીનું વાવેતર કરાય છે.

25 વિધામાંથી 60 લાખની કામણી


મરચીનું વાવેતર કરનાર સોનારીયાના રામસિંહભાઇ ઝાલાએ જણાવ્યું હતું કે, જમીનમાં ગ્રો કવર પદ્ધતિમાં ક્યારા બાંધી લોખંડની સળિયો લગાવી દેવાના હોય છે. મરચીના બીજનો છંટકાવ કરી તેની ઉપર પ્લાસ્ટિક બાંધી દેવાનું હોય છે. આનાથી જીવાતનું પ્રમાણ ઓછું રહેશે. રોપમાં કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી. અને નુકસાન થતું નથી. મરચીના વાવેતર અંગે જણાવ્યું હતું કે, ડ્રિપ અને મલસિંગ પદ્ધતિથી વાવેતર કરાય છે. રામસિંહભાઇ દર વર્ષે ઘઉંમાં સાદી પદ્ધતિથી અને ગ્રો કવર પદ્ધતિથી મરચીનું વાવેતર કરે છે. ગત વર્ષે 25 વીઘા મરચીનું વાવેતર કર્યું હતું અને બજારમાં સારો ભાવ મળતા 60 લાખની કમાણી કરી હતી. તો ચાલુ વર્ષે 30 વીઘા જમીનમાં મરચીનું વાવેતર કરવાનું આયોજન કર્યું છે.


1 વીઘામાં 250 મણ જેટલા મરચાનું ઉત્પાદન મેળવે


સોનારીયાના આ ખેડૂતે 2 વીઘામાં મરચીનો રોપ તૈયાર કરે છે. એક સીઝનમાં એક વીઘામાં 250 મણ જેટલા મરચાનું ઉત્પાદન મેળવે છે. રામસિંહભાઇ ઝાલાએ જણાવ્યું હતું કે, નવેમ્બર માસની શરૂઆતમાં મરચીનું વાવેતર કરાય છે. જે બાદ 40 થી 45 દિવસમાં મરચાની આવક શરૂ થય જાય છે. તેમજ મરચીનું વાવેતર ફેબ્રુઆરી સુધી કરી શકાય છે. 5 માસ સુધી મરચાની સીઝન ચાલે છે. વેરાવળના સોનારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મરચાનું વાવેતર કરાય છે.


કેટલા પ્રકારની મરચી આવે છે


ખેડૂત રામસિંહભાઇ ઝાલાએ જણાવ્યું હતું કે, પેપ્સીકમ , સીતારા અને લવિંગીયા ( દેશી ) મરચી આવે છે. મરચાના વાવેતર બાદ એક સપ્તાહે પિયત કરવાનુ હોય છે. પ્રથમ વિણ બાદ 5 થી 6 દિવસે મરચા ઉતરે છે.

First published:

Tags: Local 18