Home /News /gir-somnath /'ઉના વાલે બીચ પે' સિંહ પરિવારે કર્યું chill, સ્થાનિકોમાં પણ અચરજ

'ઉના વાલે બીચ પે' સિંહ પરિવારે કર્યું chill, સ્થાનિકોમાં પણ અચરજ

ગીરસોમનાથના ઉનાના દરિયાકાંઠે સિંહ પરિવારે ધામા નાખ્યા છે

રહેણાક વિસ્તારમાં તો સિંહની લટાર સાંભળી હશે. હવે દરિયકાંઠે સિંહની લટાર જોવા મળી છે. ગીરસોમનાથના ઉનાના દરિયાકાંઠે સિંહ પરિવારે ધામા નાખ્યા છે. નવા બંદર ગામે બની રહેલી જેટી વિસ્તારમાં સિંહ જોવા મળ્યા હતા

ગીર સોમનાથ: રહેણાક વિસ્તારમાં તો સિંહની લટાર સાંભળી હશે. હવે દરિયકાંઠે સિંહની લટાર જોવા મળી છે. ગીરસોમનાથના ઉનાના દરિયાકાંઠે સિંહ પરિવારે ધામા નાખ્યા છે. નવા બંદર ગામે બની રહેલી જેટી વિસ્તારમાં સિંહ જોવા મળ્યા હતા. જેટી વિસ્તારમાં એક-બે નહીં પણ ચાર-ચાર સિંહની લટાર જોવા મળી હતી. જેટી વિસ્તારમાં એક સાથે ચાર સિંહ આવી ચડતાં સ્થાનિકોમાં પણ અચરજ જોવા મળ્યું હતું.

અમરેલીની બજારમાં સિંહ પરિવારની લટાર

તાજેતરમાં જ રાજુલા પંથકમાં સિંહોના આટાફેરા દેખાયા છે. જેના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા. કોવાયા ગામની બજારમાં સિંહ પરિવારની લટાર જોવા મળી હતી. બીજી તરફ કોવાયા ખાનગી કંપનીની જેટી નજીક દરિયાઈ ખાડી પાસે સિંહ જોવા મળ્યો હતો. જંગલ વિસ્તારમાં માનવ વસાહત વધતા જંગલો કપાઈ રહ્યા છે. જેને લઈ સિંહ સહિત વન્ય પ્રાણીઓ હવે ગ્રામ્ય વિસ્તારમાં વિહરતા જોવા મળે છે.

આ પણ વાંચો: જંત્રી મામલે રાજ્યના બિલ્ડર પ્રતિનિધિમંડળે CM સાથે કરી બેઠક

સિંહણ અને દીપડો સીસીટીવીમાં કેદ થયા હતા

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા મહુવા રોડ પાસે આવેલી ખોડિયાર પાર્ક સોસાયટી નજીક વન્યજીવના આંટાફેરા વધી રહ્યા છે. જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અગાઉ ઘરની પાસે મૂકેલા એક સીસીટીવીમાં જંગલી જાનવર પાણી પીતા કેદ થયા હતા. સીસીટીવીમાં ખોડિયાર પાર્કમાં આવેલા એક મકાન પાસે પાણી પીવાની કુંડી મૂકેલી છે. તેમાં મધરાતે સિંહણ પાણી પી રહી હતી અને થોડીવાર બાદ તે જ કુંડીમાંથી દીપડો પણ પાણી પીતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક જ વિસ્તારમાં સિંહ અને દીપડાનું હોવું એ જવલ્લે જ બને છે. ત્યારે સ્થાનિકો પણ આ સીસીટીવી જોયા બાદ ચિંતામાં મૂકાઈ ગયા હતા.
First published:

Tags: Gir Lions, Gir Somnath news, Gujarat News