ગીર સોમનાથ જિલ્લામાં દિવાળી બાદ રાબડાનો આરંભ થયો છે. શેરડીનું પિલાણ કરી ગોળ તૈયાર કરવામાં આવે છે. શેરડીના રસને જુદા જુદા તાવડામાં એક કલાક સુધી ગરમ કરવામાં આવે છે.
Bhavesh Vala, Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં દિવાળી બાદ ગોળનું ઉત્પાદન કરતા રાબડાનો આરંભ થયો છે. ગત વર્ષે જિલ્લામાં 21 -12- 2021 ની સ્થિતિએ શેરડીનો લામ પાક અને નવુ વાવેતર મળી 5070 હેક્ટરમાં શેરડીનું વાવેતર નોંધાયું હતું. જેમાં સૌથી વધારે કોડીનાર પથંકમાં 3350 અને તાલાલામાં 1006, સુત્રાપાડામાં 194 હેક્ટરમાં શેરડી વાવેતર થઇ હતી. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં શેરડીનું પિલાણ કરી ગોળ ઉત્પાદન કરતા રાબડા આવેલા છે. જિલ્લામાં દિવાળી બાદ રાબડાનો આરંભ થયો છે. પણ રાબડા પર મજુરની અસત છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રાચી, કોડીનાર, તાલાલા અને સુત્રાપાડા પથંકમાં રાબડા જોવા મળે છે. આ રાબડામાં શેરડીનું પિલાણ કરી ગોળનું ઉત્પાદન કરવામાં આવે છે.
એક રાબડા પર દરરોજ 65 લોકોને રોજગારી મળે છે. રાબડાનું સંચાલન કરતા પ્રફુલભાઇ પંપાણીયાએ શેરડીમાંથી ગોળ બનાવવાની પ્રોસેસ અંગે જણાવ્યું હતું કે ખેતરમાંથી શેરડી કાપી રાબડા પર લાવવામાં આવે છે. અહી શેરડીનું ચિચોડામાં પિલાણ કરવામાં આવે છે.
અહી ચાર તાવડા હોય છે. પ્રથમ તાવડામાં ઠંડો રસ પડે છે. બીજા અને ત્રીજા તાવડામાં ગરમ કરવામાં આવે છે. ચોથા તાવડામાં ગરમ થયા બાદ ગોળ તૈયાર થાય છે. આ તવાને ભઠ્ઠીથી ગરમ કરાય છે. શેરડીમાંથી રસ નીકળ્યા બાદ ગોળ તૈયાર થતા એક કલાક જેટલો સમય લાગે છે. ગોળ બન્યા બાદ અડધી કલાક તેને ઠંડો પાડવામાં આવે છે. જે બાદ ડબ્બામાં ભરવામાં આવે છે.
એક ટન શેરડીમાંથી 100 કિલ્લો જેટલો ગોળ બને છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં 400 જેટલા રાબડા આવેલ હશે. પણ મજુરોની અસતના કારણે 150 જેટલા રાબડા શરૂ થયા છે. શેરડી કાપવા માટે મહારાષ્ટ્ર, પિલાણ કરવા માટે મધ્યપ્રદેશ અને ગોળ બનાવવા માટે ઉત્તરપ્રદેશ માંથી મજૂરો બોલાવવામાં આવે છે. રાબડામાં દિવાળીથી લય માર્ચ મહિના હોળી સુધી સીઝન ચાલે છે. એક સીઝનમાં એક રાબડા પરથી 9 થી 10 હજાર ગોળના ડબ્બાનું ઉત્પાદન થાય છે. એક દિવસમાં સિંચોડા પર 20 ટન શેરડીનું પિલાણ કરાય છે. તો સમગ્ર દિવસ દરમિયાન 80 થી 90 ડબ્બા ગોળનું ઉત્પાદન થાય છે.
શેરડીના જુદા જુદા પ્રકાર
રાબડા સંચાલક પ્રફુલભાઇ પંપાણીયાએ જણાવ્યું હતું કે શેરડીમાં જુદા જુદા પ્રકારની જાત હોય છે. જેમાં 2005, 5071 અને 8632 એટલી જાતનું વાવેતર ગીર પંથકમાં વધુ જોવા મળે છે.
શેરડીની રિકવરી કેવી રીતે કઢાય
વેરાવળ - કોડીનાર રોડ પર આવેલ રાબડા સંચાલક માંડણભાઇ જોટવાએ જણાવ્યું હતું કે શેરડીમાં રિકવરી મશીનથી રિકવરી માપવામાં આવે છે. શેરડીનો રસ મશીન પર મુકવામાં આવે છે. જેમાં જુદા જુદા આંકડા આવે છે. રિકવરી મર્યાદા 18 થી 24 સુધી રહેશે. 30 કિલોમીટર રેન્જમાં શેરડીની ખરીદી કરવા માટે જાવું પડે છે. અત્યારે એક મણ ગોળના રૂપિયા 540 થી 550 સુધી ભાવ જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર