Home /News /gir-somnath /Gir Somnath: શાળાના વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક કેમ પહેર્યા, શું છે કારણ?
Gir Somnath: શાળાના વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક કેમ પહેર્યા, શું છે કારણ?
મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી ઇણાજ મોડેલ સ્કૂલ અને આસપાસની શાળાના 470 જેટલા છાત્રો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. અને મતદાન અવશ્ય કરવાની અપીલ કરી હતી.
Gir Somnath : ગીર સોમનાથમાં સોરઠની શાન સમા સિંહના મ્હોરાઓ પહેરી વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિનો સંદેશો આપ્યો હતો. મારૂ મત, મારૂ ભવિષ્ય, તેમજ હર ઘર મે સંદેશ દો, વોટ દો વોટ દોનો મેસેજ આપ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં 1 - 12 - 2022 ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં ગીર સોમનાથના 999415 મતદારો નોંધાયા છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તમામ મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી ઇણાજ મોડેલ સ્કૂલ અને આસપાસની શાળાના 470 જેટલા છાત્રો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. અને મતદાન અવશ્ય કરવાની અપીલ કરી હતી.
સ્કૂલના તમામ વિદ્યર્થીઓએ સોરઠની શાન એવા સિંહના મ્હોરાઓ પહેરીને મારૂ મત, મારૂ ભવિષ્ય તેમજ હર ઘર મે સંદેશ દો, વોટ દો, વોટ દો, તેમજ વ્યસ્ત કામમાંથી સમય કાઢી મતદાન અવશ્ય કરજો તેવી અપીલ કરી હતી. જાહેર રસ્તાઓ પર ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. રેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આર.જી.ગોહિલ, સ્વીપના નોડલ અધિકારી આર. એ. ડોડીયા, સહનોડલ એન.ડી.અપારનાથી, વાય.બી. ચાવડા અને મોડેલ સ્કૂલના પ્રિન્સિપલ અલ્પાબેન તારપરા જોડાયા હતા.
વિધાનસભા સામાન્ય ચૂંટણી ને લઇ મતદાર જાગૃતિ સંદેશ અંતર્ગત ગીર સોમનાથમાં છાત્રોએ સોરઠની શાન સમાન સિંહના માસ્ક પહેરી રેલી યોજી હતી. મારૂ મત, મારૂ ભવિષ્ય તેમજ હર ઘર મે સંદેશ દો, વોટ દો નો મેસેજ આપ્યો હતો. વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદારોમાં જાગૃતિ આવે તે હેતુથી મોડેલ સ્કૂલ ઇણાજ તથા આસપાસની સ્કૂલના 470 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કર્યું હતું. અને મતદાન અવશ્ય કરવાની અપીલ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર