Home /News /gir-somnath /તસ્કરોનો પોલીસને પડકાર, કોડીનારમાં એક પછી એક ત્રણ મંદિરોમાં થઈ ચોરી
તસ્કરોનો પોલીસને પડકાર, કોડીનારમાં એક પછી એક ત્રણ મંદિરોમાં થઈ ચોરી
ત્રણ મંદિરોમાં થઈ ચોરી
Kodinar Police: ગીર સોમનાથના કોડીનારના એક પછી એક ત્રણ મંદિરોમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે તસ્કરો આખે આખી દાન પેટી જ ઉઠાવી પોલીસને ફેંક્યો પડકાર છે. આ બનાવને પગલે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મંદિર એ સામાન્ય જન માટે આસ્થાનું પ્રતીક છે. લોકો મંદિરોમાં દાનપેટીમાં રોકડ રકમનું દાન ધરતા હોય છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથના કોડીનારના એક પછી એક ત્રણ મંદિરોમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે તસ્કરો આખે આખી દાન પેટી જ ઉઠાવી પોલીસને ફેંક્યો પડકાર છે. આ બનાવને પગલે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મંદિર એ સામાન્ય જન માટે આસ્થાનું પ્રતીક છે. લોકો મંદિરોમાં દાનપેટીમાં રોકડ રકમનું દાન ધરતા હોય છે. પરંતુ કોડીનાર ના મંદિરોમા હાલ કાંઈક અલગ જોવા મળી રહ્યું છે. અહીં ભગવાનના મંદિરોને જ તસ્કરો દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. એક પછી એક એમ ત્રણ મંદિરોમાં ચોરીને તસ્કરો એ અંજામ આપી તરખાટ મચાવ્યો છે.
એક પછી એક મંદિરમાં થઈ ચોરી
પહેલું મંદિર વેરાવળ ઉના વચ્ચેના કોડીનાર બાયપાસ પર આવેલા ચોરવાડી હનુમાન મંદિરને ટાર્ગેટ કર્યું અને હનુમાન દાદાનો મુગટ ઉઠાવી ગયા હતા. ત્યારબાદ બે દિવસ પહેલા કોડીનાર સોમનાથ હાઇવે પર આવેલા પેઢાવડા ગામે રગતિયા દાદાના મંદિરને ટાર્ગેટ કર્યું અને આ મંદિરની આંખે આખી દાન પેટી ઉઠાવી ગયા હતા. જો કે હવે ત્રીજું મંદિર ટાર્ગેટ થયું જે હાઈવે પર આવેલું છે. વિગતો પ્રમાણે કોડીનાર ઉના હાઇવે પર દેવળી ગામ નજીક આવેલા ખોડિયાર માતાના મંદીરે મોડી રાત્રે બે તસ્કરો આવ્યા અંને આંખે આખી દાન પેટી ઉઠાવી ગયા એટલું જ નહિ થોડે દુર જઈ દાન પેટી માંથી રોકડ કાઢી ફરાર થઈ ગયા હતા.
કોડીનારના ત્રણેય મંદિરોમાં ચોરીને અંજામ આપનાર 2 લોકો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. સાથે તસ્કરોની મોડસ ઓપરેન્ડી સરખી જોવા મળી છે. આથી પોલીસે હાલ સીસીટીવી ફુટેઝ ના આધારે આ માસ્ટર માઈન્ડ ચોરોની શોધખોળ હાથ ધરી છે. આ બંને ચોરો પહેલા મંદિરોની રેકી કરે છે અને રાત્રીના મંદિરોને લૂંટી રહ્યા છે. આ ત્રણેય ચોરી માં કોમન બાબત એ છે કે તમામ મંદિરો હાઇવે પર આવેલા છે. જો કે પોલીસ આ ચોરોને પાઠ ભણાવવા એડી ચોંટીનું જોર લગાવી રહી છે. પોલીસને પૂર્ણ વિશ્વાસ છે કે આ મંદિરોમાં ચોરી કરતા તસ્કરોને અમે તત્કાળ ઝડપી લઈશું.
પોલીસે તપાસ હાથ ધરી
ગીર સોમનાથના કોડીનારમાં સતત ત્રણ વખત ચોરીની ઘટના સામે આવી છે. જેથી ચોરો પોલીસને પણ પડકાર ફેકી રહ્યા છે. જો કે આ મામલે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી છે. અને ચોરોની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ એક પછી એક ત્રણ મંદિરોમાં ચોરીની ઘટના સામે આવતા લોકોમાં કુતૂહલ સર્જાયો છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર