Home /News /gir-somnath /Gir Somnath: અહીં માત્ર 300 રૂપિયામાં મળે છે ટ્રક, ટ્રેક્ટર, બાઇક!

Gir Somnath: અહીં માત્ર 300 રૂપિયામાં મળે છે ટ્રક, ટ્રેક્ટર, બાઇક!

X
રમકડા

રમકડા બનાવવા માટે આ ગામ ખુૂબ જ પ્રખ્યાત છે.

ઘુસીયામાં  યુવક પાઇપ અને પતરામાંથી ટ્રેકટર અને રીક્ષા જેવા રમકડા તૈયાર કરે છે. અહી જુદા જુદા પ્રકારના રમકડાનું વેચાણ કરાય છે. વેકેશન જેવા સમય ગાળામાં લોખડના રમકડાની માંગ વધારે રહે છે. 

Bhavesh Vala, Gir Somnath : ગીર પંથકમાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે તાલાલાના ઘુસીયા ગામે વેચાતા લોખંડના રમકડા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહી જુદા જુદા સ્થળે રમકડાનું વેચાણ જોવા મળે છે. ઘુસીયાના 27 વર્ષીય યુવક પાઇપ અને પતરાનું કટીંગ કરી ટ્રેકટર અને રીક્ષા જેવા રમકડા તૈયાર કરે છે. અહી વેકેશન ગાળામાં આ રમકડાની ખરીદી વધી જતી હોય છે. પણ સામાન્ય દિવસોમાં ખરીદી ઓછી થાય છે.

તો કેટલાક રમકડા બહારથી પણ મંગાવવામાં આવે છે. દિવાળી, ઉનાળું વેકેશન અને તહેવારોના સમયમાં રમકડાના વેચાણ કરી દર મહિને 16 થી 17 હજારની આવક મેળવે છે. એક દિવસમાં ત્રણ થી ચાર જેટલા રમકડા તૈયાર કરે છે. અને તેનું માર્કેટમાં વેચાણ કરે છે.



ઘુસીયામાં ટ્રેકટર અને રીક્ષા જેવા રમકડા બનાવતા વિરમલભાઇ ડાકીએ જણાવ્યું હતું કે જુદી જુદી પેટનના રમકડા બનાવીએ છે. ટ્રેકટર, રીક્ષા, ટ્રક અને પાણીના ટેન્કર જેવા રમકડા તૈયાર કરાય છે. લોખંડના પાઇપ, સળિયા અને પતરામાંથી રમકડાને ઘાટ આપવામાં આવે છે.



એક રમકડું તૈયાર કરવા માટે પ્રોસેસ અંગે જણાવ્યું હતું કે પ્રથમ પાઇપ અને પતરાને માપ સાઈઝ પ્રમાણે કટીંગ કરી ફરમાં બનાવાય છે. વેલ્ડિંગ કર્યા બાદ તેના પર અસ્તર મારવામાં આવે છે. અને બીજા દિવસે તેના રમકડા પર પેન્ટિંગ કરવામાં આવે છે. અને પછી માર્કેટમાં વેચાણ માટે મુકાય છે. તો કેટલાક રમકડા બહારના શહેરોમાંથી પણ મંગાવી વેચાણ કરાય છે.



તેમજ લોકલ લેવલે પણ જુદા જુદા પ્રકારના રમકડાનું વેચાણ કરાય છે. છેલ્લા પાંચ વર્ષથી લોખંડના રમકડા તૈયાર કરવાનો વ્યવસાય કરે છે. આ વ્યવસાયમાં તેમના ભાઈ પણ જોડાય છે. ઘુસીયામાં વેચાણ થતા રમકડા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.



અહી રીક્ષાનું રૂ. 250, પાણીના ટેન્કરનું રૂ. 300 થી 350, ટ્રેકટરનું રૂ. 300 થી 350, ટ્રકનું રૂ. 300 થી 500, ઝૂલો રૂ. 150, પાણીમાં તરતી બોટ રૂ. 400 અને બાઇક રૂ. 200 માં વેચાણ કરાય છે. જ્યારે ગીર પંથકમાં પ્રવાસીઓ ઉમટે ત્યારે આ રમકડાંનું વેચાણ પણ વધી જાય છે. હાથની કળાથી તૈયાર કરવામાં આવેલ રમકડા બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો