Home /News /gir-somnath /ઉભા રહો...પહેલા નામ જાહેર તો થવા દો! કોંગ્રેસની જાહેરાત પહેલાં આ ધારાસભ્યએ રજૂ કર્યું ઉમેદવારી પત્રક

ઉભા રહો...પહેલા નામ જાહેર તો થવા દો! કોંગ્રેસની જાહેરાત પહેલાં આ ધારાસભ્યએ રજૂ કર્યું ઉમેદવારી પત્રક

પુંજાભાઈ વંશે રજૂ કર્યું ઉમેદવારી પત્રક

cangress: ગુજરાત કોંગ્રેસની ઉમેદવારોની યાદી જાહેર કર્યા પહેલા ઉનામાં પટેલ સમાજની વાડીમાં સંમેલન બાદ ઉના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે કાર્યકરો સાથે ઉમેદવારી પત્રક ભર્યું છે.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગુજરાત કોંગ્રેસની ઉમેદવારોની યાદી જાહેર કર્યા પહેલા ઉનામાં પટેલ સમાજની વાડીમાં સંમેલન બાદ ઉના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે કાર્યકરો સાથે ઉમેદવારી પત્રક ભર્યું છે. વર્ષ 2022નું ઉના, ગીર ગઢડા કોંગ્રેસનું સ્નેહ મિલન અને વિજય ભવઃ સંમેલન બાદ ઉનાના કોંગી ધારસભ્ય પુંજા વંશે આજે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે, જોકે કોંગ્રેસે દ્વારા હજુ પોતાના ઉમેદવાર જાહેર કરાયા નથી. પરંતુ વંશને ટેલિફોનિક જાણકારી મળતા તેમને પોતાનું ફોર્મ રજૂ કર્યું છે.

    કોંગ્રેસે આપેલા વચનો પૂર્ણ નહિ થશે: પૂજાભાઈ


    ઉનાના ધારાસભ્ય પૂજાભાઈ વંશે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ‘તે સત્તત મહેનત કરી રહ્યા છે જેના કારણે અત્યાર સુધી 6 વખત લોકો તેમના પર વિશ્વાસ મૂકી વિજય બનાવ્યા છે. ભૂતકાળમાં 2007ની હાર મામલે પુંજાભાઈએ કહ્યુ કે તે સમયે અહીંની બંધ સુગર મિલ ચાલુ કરવાંનું મોદીએ વચન આપ્યું હતું. જેના કારણે લોકોએ ભાજપને મત આપ્યા હતા. લોકોને શાંતિ સલામતી જોઈએ છે જેથી તે લોકો મને વોટ આપશે અને આ વખત પણ હું જીતીશ આ સાથે તમણે એમ પણ જણાવ્યં હતુ કે, આગામી સમયમાં ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર બનશે. અને કોંગ્રેસે આપેલા વચનો પૂર્ણ નહિ થાય તો હું વિધાનસભા પદ પરથી રાજીનામું આપી દઈશ’

    આ પણ વાંચો: આ 22 બેઠકો પર ફસાયેલો છે ભાજપનો પેચ! PM મોદી અને અમિત શાહ નક્કી કરશે નામ

    પૂંજા ભાઈએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું


    ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ દરેક રાજકીય પાર્ટીઓ પોતાની ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. જેમાં ઘણા દિગ્ગજ નેતાઓના પત્તા કપાઈ ગયા છે. પરંતુ આ દરમિયાન એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઉના બેઠકના ધારાસભ્ય પૂંજાભાઈએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. તેમણે વિજયી ભવ: સંમેલન યોજીને પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે, તેમના દ્વારા ટિકિટની જાહેરાત થયા વીના ઉમેદવારી પત્ર ભરવાથી કોંગ્રેસ પર લોકો સવાલ કરી શકે છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Congress Candidate, Congress Gujarat, ઉના, ગુજરાત