Home /News /gir-somnath /લોકોની આસ્થા ફળી, બે વર્ષ બાદ ભરાશે સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો

લોકોની આસ્થા ફળી, બે વર્ષ બાદ ભરાશે સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો

સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો

Somnath Kartiki Purnima: લોક સંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાવા જઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું. આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: લોક સંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાવા જઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કોવિડ-19 મહામારીને કારણે મેળાનું આયોજન થઈ શક્યું ન હતું. આ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં મનોરંજનના સાધનો, ખાણી પીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, તેમજ પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

    મેળા દરમિયાન મંદિરના સમયમાં ખાસ ફેરફાર કરાયો


    ઉલ્લેખનીય છે કે, મેળા દરમિયાન મંદિરના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. કાર્તિકી પૂર્ણિમાના મેળાના 05 દિવસ દરમિયાન સોમનાથ મંદિર રાત્રે 11:00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રખવામાં આવશે. તેમજ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1: 00 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. પૂર્ણિમાની રાત્રિએ વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતી કરવામાં આવશે. આ વર્ષે પૂનમની તિથિ તારીખ 07 અને 08 નવેમ્બર બન્ને દિવસે હોવાથી સોમનાથ મંદિર 07 અને 08 નવેમ્બરે રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

    આ પણ વાંચો: માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, ફરવા ન લઈ ગયા તો બાળકોએ કર્યું આવુ કામ

    મેળા આવતા લોકોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ


    આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી સીસ્ટમ લગાવવામાં આવી છે. આ સાથે જ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ફાયર સેફ્ટી માટે તમામ જગ્યાએ ફાયર એકસ્ટીંગ્યુસર બોટલની વ્યવસ્થા તેમજ સ્ટેન્ડબાય ફાયર ટેન્ડર ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળામાં ઈલેકટ્રીક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતા વાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઇ છે. મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેથી માઇક દ્વારા જન સંપર્ક સરળ અને અસરકારક બની શકે.

    મેળાની ફરતે ઈમરજન્સી વ્હીકલ માટે પણ વ્યવસ્થા કરાઈ


    આ સાથે જ મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ વૉચટાવર, પોલીસ કન્ટ્રોલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઈમરજન્સીના કેસમાં મેળાની ફરતે વ્હીકલ લઈ જઈ શકાય તે માટે પહોળો રસ્તો તૈયાર કરાયો છે. મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ છે. તેમજ સ્ત્રીઓ તથા પુરૂષો માટે અલગ અલગ પોઇન્ટ પર યુરીનલની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આવતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તેના માટે શ્રીસોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Somnath, Somnath Temple, મેળો, સોમનાથ મંદિર

    विज्ञापन
    विज्ञापन