Home /News /gir-somnath /સોમનાથ મંદિરમાં માત્ર 21 રૂપિયામાં કરાવી શકશો ઓનલાઇન પૂજા, નરેન્દ્ર મોદીની પ્રેરણાથી લોન્ચ કરાઈ ‘બિલ્વપુજા સેવા’

સોમનાથ મંદિરમાં માત્ર 21 રૂપિયામાં કરાવી શકશો ઓનલાઇન પૂજા, નરેન્દ્ર મોદીની પ્રેરણાથી લોન્ચ કરાઈ ‘બિલ્વપુજા સેવા’

સોમનાથ મંદિરમાં ઓનલાઇન પૂજાનો પ્રારંભ

Somnath temple Online puja: હવે સોમનાથ મંદિરમાં માત્ર એકવીસ રૂપિયા આપી પોતાના નામે ઓનલાઈન પૂજા કરાવી શકશો. સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 21 રૂપિયામાં ઓનલાઈન પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
સોમનાથ: હવે સોમનાથ મંદિરમાં માત્ર એકવીસ રૂપિયા આપી પોતાના નામે ઓનલાઈન પૂજા કરાવી શકશો. સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા 21 રૂપિયામાં ઓનલાઈન પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઓનલાઈન પૂજા માત્ર ₹ 21 ઓનલાઈન અને વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા નોંધાવી શકાશે પૂજા સંપન્ન થયા બાદ જે તે વ્યક્તિને સીધું જ બીલીપત્ર એ પોસ્ટના માધ્યમથી તેમના ઘરે પહોંચી જશે. સોમનાથ મંદિર દ્વારા એક અનોખી પૂજા શરૂ કરવામાં આવી છે.

માત્ર 21 રુપિયામાં ભકતો ઓનલાઇન પૂજા


સોમનાથ મહાદેવ ટ્રસ્ટ વેરાવળ સોમનાથ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ટ્રસ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવી બિલ્વ પૂજા સેવા માત્ર 21 રુપિયામાં ભકતો ઓનલાઇન અને વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા નોંધાવી શકશે. સોમનાથ મહાદેવની બિલવપુજા.સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે. સોમનાથ ટ્રસ્ટ શિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે લોન્ચ કરી ‘બિલ્વપુજા સેવા’ જેમાં માત્ર 21 રૂપિયા ની ન્યોછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજસ્થાનના જોધપુરની 007 નામની ગેંગના ચાર સભ્યો ઝડપાયા

સોમનાથ મંદિરનો અનોખો પ્રયાસ


રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિવ દરબાર આશ્રમના ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના  મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી. ‘त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥’ શાસ્ત્રોમાં કહેવાયું છે કે, શિવજીને બીલીપત્ર અર્પણ કરવાથી ગત ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને બીલીપત્ર પૂજન કરવાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ લોકોના દીધેલા એડ્રેસ પર બિલ્વ પૂજાના બીલીપત્ર પ્રસાદ સ્વરૂપે પણ મોકલશે..

આ પણ વાંચો: પંચમહાલમાં પ્રથમ વખત મળી આવ્યું અફીણનું ખેતર, આરોપીએ કહ્યું- પોતાના ઉપયોગ માટે વાવેતર કર્યું હતું

somnath.org પર જઈને નોંધાવો પૂજા


આ અદભુત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભકતો સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ somnath.org પર જઈને પૂજા નોંધાવી શકશે અથવા ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં નંબર 080-69079921 પર મીસકોલ કરીને સરળતા પૂર્વક ઓટોમેટિક વોઇસ રજીસ્ટ્રેશન માધ્યમથી પૂજા નોંધાવી શકાશે. અત્રે નોંધનીય છે કે, મંદિરના ચેરમેન દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. જેમના દ્વારા આ પૂજાની શરૂઆત કરવામાં આવી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Somnath News, Somnath Temple, ગુજરાત