Gir Somnath News: શિયાળાની કડકડતી ઠંડી શરૂ થતાં ગીર સોમનાથના બંધારાઓ યાયાવર પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યા છે. હજારો કિલોમીટરનું અંતર કાપી ગીર સોમનાથ આવતા પક્ષીઓને જોઈ પક્ષી પ્રેમીઓ અને લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સોડવ બંધારા, બરડા બંધારા અને ત્રિવેણી ઘાટના છે, જ્યાં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બની આવે છે. આ દ્રશ્યો જોઈને પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાઈ જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષિઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાનાં દરિયા કાંઠે આવી પહોંચ્યા છે. ખાસ કરીને કોડીનાર અને દિવ નજીકના સોડવ બંધારો પક્ષિઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે. હજારો ની સંખ્યામાં સોડવ બંધારા અને દીવ નજીકના વિસ્તારો પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે.
વિદેશી પક્ષીઓ વેકેશન ગાળવા માટે આવ્યા
એક અંદાજ પ્રમાણે આ બન્ને બંધારાઓમાં 40થી 50 પ્રજાતિના પક્ષીઓ આવે છે. જેમને લઈ ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત બની ઉઠે છે. એવું માનવા આવે છે કે, સાઈબરિયા અને મધ્ય યુરોપના મોંગોલિયા સહિતના દેશોમાંથી અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા માટે આવે છે. કારણ કે ત્યાં શિયાળાની ઋતુ દરમિયાન પાણીમાં બરફ જામી જવાથી અને અહીંનું વાતાવરણ વિદેશી પક્ષીઓને અનુકૂળ હોવાથી દર વર્ષે 1થી દોઢ લાખ વિદેશી પક્ષીઓ ગીર સોમનાથના અલગ અલગ બંધારાઓમા મહેમાન બને છે. તો અહીંના લોકો પણ વિદેશી પક્ષીઓની કાળજી રાખે અને ભાગ્યે જ કયારેક કોઈ ઘટના બનતી હોય છે કે જેમાં પક્ષીઓનો શિકાર કરતી ટોળકી પકડતી હોય છે.
ઉલ્લેખીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં સોડવ બંધારા, બરડા બંધારા સહિત ઝાલાના વડોદરા ગામે પણ દરિયા કિનારે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જોવા મળે છે, જેમાં પેલીકન, ફ્લેમિન્ગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિતની અલગ અલગ પ્રજાતિનાં પક્ષિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિદેશથી આવનારી કુંજ ગુજરાતમાં થતી મગફળીના પાક લણવા સમયે આવે છે. તેમજ પેલીકન અને ફ્લેમિન્ગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓ નો શિકાર કરી આનંદ લૂંટે છે.
જોકે હજારોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષિઓ આવે છે, ત્યારે પક્ષી પ્રેમીઓની માંગ છે કે, લોકો દૂર દૂરથી અહી સિંહ દર્શન અને સોમનાથ દર્શને આવતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં પક્ષી અભ્યારણ પણ બને તો એક પર્યટન સ્થળ વધુ વિકસિત બને અને સાથે આ બંધારાઓ નજીક થોડી રસ્તાઓ સહિત વ્યવસ્થા કરવામાં આવે તો પક્ષીઓ જોવા મજા લોકો પોતાના પરિવાર સાથે માણી શકે છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર