Home /News /gir-somnath /Gir Somnath News: ગીર-સોમનાથના ઘાંટવડ ગામે બીજીવાર દીપડાનો હુમલો, મજૂરી કરતી મહિલાને ઇજાગ્રસ્ત કરી
Gir Somnath News: ગીર-સોમનાથના ઘાંટવડ ગામે બીજીવાર દીપડાનો હુમલો, મજૂરી કરતી મહિલાને ઇજાગ્રસ્ત કરી
દીપડાએ કામ કરતી મહિલા પર હુમલો કરી ઇજાગ્રસ્ત કરી નાંખી હતી.
Gir Somnath News: ગીર-સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામે ફરી એકવાર નવા દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. થોડા સમય પહેલાં વૃદ્ધાને ફાડી ખાધી હતી તો આજે વહેલી શેરડીના ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા છે.
દિનેશ સોલંકી, ગીર-સોમનાથઃ જિલ્લાના ઘાંટવડ ગામે ફરી એકવાર નવા દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. થોડા સમય પહેલાં વૃદ્ધાને ફાડી ખાધી હતી તો આજે વહેલી શેરડીના ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા છે. ત્યારે આસપાસના લોકોને આ ઘટનાની જાણ થતાં જ ભેગા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે કોડીનાર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મહિલા પર ધોળે દિવસે હુમલો કર્યો
ગીર સોમનાથ જિલ્લામાં હાલ ગોળની સિઝન ચાલુ છે અને ગોળના રાબડા ધમધમતા થતાં શેરડી કટિંગ માટે મહારાષ્ટ્રીયન મજૂરની જરૂર પડે અને આજ મજૂર આજે વહેલી સવારે શેરડીનું કટિંગ કરી રહ્યા હતા કે, અચાનક દીપડા એ મહારાષ્ટ્રથી આવેલા મજૂર પરિવારના બાળક પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. અચાનક બાળકની માતાની નજર પડી. જો કે, દીપડો બાળક પર હુમલો કરે તે પહેલાં માતાએ બાળકને બચાવી લીધું અને ત્યારબાદ દીપડાએ બાળકના માતાને ચાર જેટલી જગ્યા પર ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા.
વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું
આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. પરંતુ થોડા સમય પહેલાં આ જ ઘાટવડ ગામમાં દીપડાએ એક વૃદ્ધાને ફાડી ખાધી હતી અને ત્યારબાદ ટૂંકાગાળામાં આ બીજી ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો લોકોની અપેક્ષા છે કે, આવા હિંસક પ્રાણીઓથી ક્યારે છૂટકારો મળશે. કોડીનારનું ઘાંટવડ ગામ ગીર બોર્ડર નજીક આવેલું ગામ છે અને આજની આ ધોળા દિવસે બનેલી ઘટના લઈ ગ્રામજનો સહિત મજૂરો પણ ભયમાં મૂકાયા છે. સદભાગ્યે ઘટના સમયે શેરડીના ખેતરમાં 17 જેટલા મજૂરો કામ કરતા હતા. તેઓએ હો..હા...દેકારો મચાવતા દીપડો મહિલાને છોડીને નાસી ગયો હતો. તાત્કાલિક અસરથી 108 મારફતે ઘાયલ મહિલાને કોડીનાર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.જરૂરી સારવાર મળી જતા આ મહારાષ્ટ્રીયન મજૂર મહિલાનો જીવ બચી જવા પામ્યો છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર