ગીરસોમનાથ: ગીરસોમનાથમાં રોમિયો અને ધૂમ સ્ટાઈલથી વાહન ચલાવી લોકોમાં ભય ફેલાવનાર યુવાનો સામે પોલીસે લાલ આંખ કરી છે. કોડીનાર પોલીસે એસટી ડેપોના ગ્રાઉન્ડમાં રોમિયોગીરી કરતા યુવાનોને પાઠ ભણાવ્યા છે. એસટી ડેપોમાં રોમિયોગીરી કરતા યુવાનોને પોલીસે ઉઠક બેઠક કરાવી હતી. સાથે વિદ્યાર્થિનીઓને આશ્વાસન આપ્યું હતું.
રોમિયોગીરી કરતાં યુવાનોને ઉઠક બેઠક કરાવી
ગીર સોમનાથ પોલીસની રોમિયો અને ધૂમ સ્ટાઈલે બાઈક ચલાવતા યુવાનો પર લાલ આંખ કરી છે. જાહેરમાં તરખાટ મચાવનારા આવા તત્વો વિરુદ્ધ કોડીનાર પોલીસે સપાટો બોલાવ્યો છે. એસટી ડેપોના ગ્રાઉન્ડમાં બિનજરૂરી કામ માટે તેમજ સીન સપાટા કરતા રોમિયોને પોલીસે પાઠ ભણાવ્યા છે. એસટી ડેપોમાં શાળાની બાળાઓ સામે જ રોમિયોગીરી કરતાં યુવાનોને ઉઠક બેઠક કરાવી છે. સાથે જ શાળામાં અભ્યાસ કરતી બાળાઓને આશ્વાસન પણ આપ્યું હતું.
નોંધનીય છે કે, રોમિયોગીરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, જેના લીધે યુવતીઓમાં ડરનો માહોલ જોવા મળતો હોય છે. સાથે જ જાહેરમાં બેફામ બનેલા તત્વો ધૂમ સ્ટાઇલમાં બાકઇ ચલાવી રસ્તાને બાનમાં લેતાં હોય છે. આવા તત્વોને સબક શીખવાડવા માટે કોડીનાર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આવા યુવાનોને ઉઠક બેઠક કરાવી પાઠ ભણાવ્યો હતો.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર