Bhavesh Vala, Gir Somnath : સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આરંભ થયો હતો. અહી ખાણીપીણીના સ્ટોલ અને મનોરંજન સાધનો જોવા મળે છે. દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવતું હતું. પણ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે આયોજન કરાતું ન હતું. પણ ચાલુ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અહી વિવિધ પ્રકારના ચકડોર, ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો 3 થી 7 નવેમ્બર સુધી યોજાશે.
અહી મેળામાં લોકો પહોંચી રહ્યા છે. મેળામાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્તિકી પૂર્ણિમાના મેળામા જુદા જુદા પ્રકારના ચકડોળ અને રાઈડસ જોવા મળે છે. લોક સંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ સમાન કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો હતો.
સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળાનું આયોજન કરાયું છે. અહી બાળકો માટે જુદા જુદા પ્રકારના રમકડાનું વેચાણ થય રહ્યું છે. તેમજ વિશાળ ગ્રાઉન્ડમાં જુદા જુદા પ્રકારના સ્ટોલ અને મનોરંજનના સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેમજ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તેમજ જુદા જુદા પ્રકારના ખાણીપીણીના સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આરંભ થયો હતો. આ મેળો પાંચ દિવસ સુધી યોજાશે. અહી હસ્તક ક્લાના સ્ટોલ પણ તૈયાર કરાયા છે. જેમાં હસ્તકલા, ભરતકામ, મોતી કામ, માટી કામ, જ્વેલરી, વાંસકામની વસ્તુઓ જોવા મળે છે. મેળામાં ખાસ રાસ ગરબાની રમઝટ, સેલ્ફી પોઇન્ટ, પંચદેવ મંદિર, મનોરંજનના સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
કાર્તિકી પૂર્ણિમાના મેળામાં વાહનો માટે પાર્કિગની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ મેળામાં ગ્રાઉન્ડને સીસીટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યું છે. તેમજ મેળામાં બંદોબસ્ત અને દેખરેખ માટે પોલીસ કંટ્રોરૂમ અને વોચટાવરની વ્યવસ્થા કરવામાં આવી છે. 3 થી 7 નવેમ્બર સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. મેળામાં લોકો આનંદ માણવા પહોંચી રહ્યા છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો કોરોના મહામારીના કારણે આયોજન થયું ન હતું. ચાલુ વર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કર્યું છે. પાંચ દિવસીય મેળામાં જુદા જુદા પ્રકારના ખાણીપીણીના સ્ટોલ અને મનોરંજનના સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર