Gujarat Fishermen: માછીમારી ઉદ્યોગની ભાંગી કમર ગઈ છે. ડીઝલમાં ભાવ વધારો, દરિયામાંથી ફિશની અછત અને પોષણસમ ભાવ ન મળવા સહિતની સમસ્યાઓને લઇને માછીમાર ઉદ્યોગ મંદીમાં સપડાઈ ગયો છે. એટલુ જ નહીં દરિયામાંથી પૂરતી ફિશ ન મળતા અને અયોગ્ય ભાવ ના લીધે વર્ષે અનેક માછીમારો કરજમાં ડૂબે છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: માછીમારી ઉદ્યોગની ભાંગી કમર ગઈ છે. ડીઝલમાં ભાવ વધારો, દરિયામાંથી ફિશની અછત અને પોષણસમ ભાવ ન મળવા સહિતની સમસ્યાઓને લઇને માછીમાર ઉદ્યોગ મંદીમાં સપડાઈ ગયો છે. એટલુ જ નહીં દરિયામાંથી પૂરતી ફિશ ન મળતા અને અયોગ્ય ભાવ ના લીધે વર્ષે અનેક માછીમારો કરજમાં ડૂબે છે, આ સાથે સાથે અનેક માછીમારો પોતાની બોટોને ભંગારમાં વહેચી અન્ય ધંધા તરફ મંડાયા છે.
માછીમારો કેટલા વર્ષોથી મુશ્કેલીમાં મુકાયા
ઉલ્લેખનીય છે કે, હવે માછીમારો મંદીમાં સપડાઈ રહ્યા છે. ગુજરાતના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ બંદર વેરાવળના માછીમારો કહી રહ્યા છે કે, ‘સરકાર કયારે ચિંતિત થશે? જી હા આપ જે બોટોના દ્ર્શ્યો જોઈ રહ્યા છો તે ગુજરાતના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ વેરાવળ બંદરના છે, જ્યાં માત્ર વેરાવળ બંદર પર 5 હજારથી વધુ બોટો આવેલી છે. અનેક નાની મોટી ફિશ એક્સપોર્ટના પ્લાન્ટ આવેલા છે, અને અહીંથી જ દેશ અને દુનિયામાં મોટા ભાગની ફિશ એક્સપોર્ટ થાય છે. અને સરકારને કરોડો રૂપિયાનું હૂંડિયામણ રળી આપે છે. પરંતુ આ જ માછીમારો કેટલા વર્ષોથી મુશ્કેલીમાં મુકાયા છે.
માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે તેનું કારણ છે વધતા ડીઝલના ભાવ, દરિયામાંથી પૂરતા પ્રમાણમાં ન મળતી ફિશ અને વિદેશ એક્સપોર્ટમાં રોકાયેલા રૂપિયા. આ તમામ કારણોના લીધે સામાન્ય રીતે માર્ચ મહિના સુધી ચાલતી માછીમારોની સિજન હવે ટૂંકી થવા લાગી છે. આ સાથે સાથે 70 ટકા જેટલી બોટો વહેલા બંધ કરવાની ફરજ પડી છે. જેથી માછીમારો પોતાની બોટને વેચવા માટે પણ મજબુર બન્યા છે.
એક તરફ દિવસેને દિવસે મંદીના લીધે માછીમાર ઉદ્યોગ ભાંગી રહ્યો છે અને માછીમારો સહિત હજારો લોકોની રોજગારી છીનવાઈ રહી છે. કુદરતી આફતોથી જજુમતો માછીમાર હવે કુત્રિમ આફતોનો પણ સામનો કરી રહ્યો છે. છેલ્લા બે ત્રણ વર્ષમાં આવેલા વાવાઝોડાઓ અને ત્યારબાદ વેશ્વિક મહામારી કોરોના!. અને કોરોના કારણે દેશ અને દુનિયામાં અટવાયેલા રૂપિયા હવે માછીમારો માટે માથાના દુઃખાવા સમાન બન્યા છે. 2019 માં 60 રૂપિયા લીટર ડીઝલ ની ખરીદી કરી માછીમારી કરતા બોટ માલિકોને હવે 100 રૂપિયા ડીઝલ પરવડતું નથી.
ઉલ્લેખનીય છે કે, જો મોંઘા ભાવના ડીઝલની ખરીદી કરી દરિયામાં માછીમારી કરવા જાય તો કિનારા પર આવ્યા બાદ ફિશના યોગ્ય ભાવ પણ મળતા નથી. ત્યારે સરકાર ને વર્ષો થી રજૂઆત કરતા માછીમારો હવે પોતાની બોટોને ભંગારમાં અથવા અન્ય લોકો વેંચી અન્ય ધંધા તરફ મંડાયા છે. જોકે તેમાં પણ સદીઓથી માછીમારીનો ધંધો કરતા માછીમારો પાસે અન્ય કોઈ આવડત ન હોવાથી મજૂરી એક માત્ર વિકલ્પ રહ્યો છે. ત્યારે આ જ માછીમારો સરકાર પાસે આશા રાખી બેઠા છે કે સરકાર કયારે ચિંતિત થશે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર