Home /News /gir-somnath /સોમનાથ મંદિરના નામે લાખો રૂપિયાના ઠગાઈ, 33.38 લાખની ઠગાઈ કરતો એક ઝડપાયો

સોમનાથ મંદિરના નામે લાખો રૂપિયાના ઠગાઈ, 33.38 લાખની ઠગાઈ કરતો એક ઝડપાયો

174 લોકો સાથે 33.38 લાખની છેતરપિંડી

Somnath Temple: સોમનાથ મંદિરની વેબ સાઇડનો દૂર ઉપયોગ કરી યાત્રિકોને ઓનલાઈન લૂંટતો ઈસમ ઝડપાયો છે. આરોપીએ રૂપિયા 1.91 લાખના સાયબર ક્રાઈમની કબૂલાત પણ કરી છે. અંદાજે 174 લોકોના 33.38 લાખની છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી છે.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: સોમનાથ મંદિરની વેબ સાઇડનો દૂર ઉપયોગ કરી યાત્રિકોને ઓનલાઈન લૂંટતો ઈસમ ઝડપાયો છે. મળતી વિગતો પ્રમાણે પોલીસે રાજસ્થાનના ભરતપુરમાંથી આપોરીને ઝડપી પાડ્યો છે. આ આરોપી ઓર્ગેનાઇઝેશન ક્રાઈમ કરતી ગેંગનો પણ સભ્ય હોવાની માહિતી મળી રહી છે. આરોપીને હાલ 10 દિવસના પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે. આરોપીએ રૂપિયા 1.91 લાખના સાયબર ક્રાઈમની કબૂલાત પણ કરી છે. અંદાજે 174 લોકોના 33.38 લાખની છેતરપિંડી કરી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ગેંગના વધુ સાગરીતો પકડી પાડવાની કવાયત હાથ ધરી છે.

    આરોપીએ રૂપિયા 1.91 લાખની ઓનલાઈન ઠગાઈ કરી હતી


    જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટની વેબસાઈટનો દુરુપયોગ કરી ઓનલાઈન બુકીંગ કરવા ઈચ્છતા યાત્રિકોને લૂંટતી ગેંગના સભ્યને ગીર સોમનાથ એલસીબીની ટીમએ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના આંતરરીયાળ ગામમાંથી ઝડપી પાડી ઓર્ગેનાઇઝેશન ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલ આરોપીએ રૂપિયા 1.91 લાખ ઓનલાઈન ઠગાઈ કર્યાની કબૂલાત આપી કરી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 174 પ્રવાસીઓ પાસે બુકીંગના નામે રૂપિયા 33.38 લાખની છેતરપિંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

    આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાંથી ગેંગવોરના મામલે ત્રણ માથાભારે આરોપીની જેલ બદલી કરવામાં આવી

    ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી


    આ ઓનલાઈન ફ્રોડના પર્દાફાશ અંગે માહિતી આપતા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા પ્રવાસીઓ સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી, લીલાવતી, સાગર દર્શન અતિથિ ગૃહોમાં રોકાણ અર્થે ઓનલાઇન રૂમ બુક કરાવવા વેબસાઇટ પર સર્ચ કરતા હોય છે. જેમાં ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ અજાણ્યા શખ્સોએ સોમનાથ ટ્રસ્ટના અતિથિ ગૃહોમાં બુકીંગ માટે ફેક વેબ પેઇઝ બનાવી તેમાં પોતાના ફોન નંબરો તથા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી એક પ્રવાસી પાસેથી બુકિંગ કરવાના બહાને કુલ રૂ.24,195 ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી હતી.

    હજી ઘણા આરોપીઓ આ કેસમાં હોવાની પોલીસને શંકા


    ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની જાણ થતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફરીયાદ કરવામાં આવતા પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઠ્ઠગો Google પર ટ્રીપ એડવાઈઝર વેબસાઈટ પર સોમનાથ ટ્રસ્ટના બુકિંગ નંબર તરીકે પોતાનો નંબર નાખીને ઓનલાઈન બુકિંગ કરવા ઈચ્છતા લોકો પાસેથી હજારો લાખોની ઠગાઈ કરવા માં આવતી હતી. જેમની સોમનાથ ટ્રસ્ટના પણ ઘ્યાને આવતા ટ્રસ્ટના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. ગીર સોમનાથ પોલીસ દ્વારા પોતાના ચક્રો ગતિમાન કરતા રાજસ્થાનના ભરતપુર જિલ્લાના અંતરિયાળ ગામમાંથી આરોપીને ગીર સોમનાથ લાવવામાં આવ્યા છે. હજુ પણ ઘણા આરોપીઓ આ કેસમાં સંડોવાયા હોવાની પોલીસને શંકા છે.

    આ પણ વાંચો: અમદાવાદના નવરંગપુરામાં બનશે ‘નો કોસ્ટ થેરાપી’ સેન્ટર, અનેક લોકોને મળશે લાભ 

    મંદિરના નામે લાખો રૂપિયાના ઠગાઈ


    આ મામલે એલસીબી, sog સહિતની દ્વારા તમામ પ્રકારનું ટેકનિકલ એનાલીસીસ કરી ફ્રોડમાં ઉપયોગમાં લીધેલ બેંક એકાઉન્ટની વિગતો એકત્ર કરી તેની તપાસ કરતા વલસાડના પિયુષ પટેલના નામે માલુમ પડતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. તેને પેન્સીલ બનાવવાના સાધનો બાબતે વેબસાઇટ પર સર્ચ કરતા એક લીંક મળેલ જે લીંક પર એક મોબાઇલ નંબર મળતા તેના ઉપર કોલ કરતા સામેવાળાએ તેની ( પિયુષ પટેલ) સાથે છેતરપીંડી કરી તેના નામે ઓનલાઇન બેંક એકાઉન્ટ ખોલી અને તેનો દુરુપયોગ કરી રૂમ બુકીંગના નામે નાણા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી ઉપડાયાની હકીકત જાણવા મળતા આ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવેલ હતું
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Online fraud, Somnath Temple, છેતરપીંડી