Home /News /gir-somnath /Gir-Somnath News: વેરાવળમાં ભાજપની વિશાળ જનસભા; યોગી આદિત્યનાથે આપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
Gir-Somnath News: વેરાવળમાં ભાજપની વિશાળ જનસભા; યોગી આદિત્યનાથે આપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
યોગી આદિત્યનાથનો આપ-કોંગ્રેસ પર પ્રહાર
Gir-Somnath News: વેરાવળમાં ભાજપની વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી તો મુસ્લિમ મતદાતાઓને કોંગ્રેસ પંપાળતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
દિનેશ સોલંકી, ગીર-સોમનાથઃ વેરાવળમાં ભાજપની વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી તો મુસ્લિમ મતદાતાઓને કોંગ્રેસ પંપાળતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસ-આપ પર આકરા પ્રહાર
વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પાર્ટી પ્રચારના અંતિમ દોરમાં છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે જંગી જનસભાને સંબોધી હતી. તેમાં યોગીએ સોમનાથ પર વિધર્મીઓના આક્રમણને યાદ કરીને ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
તેમણે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમને સન્માન તો નહીં જ આપે, પણ તમારી સુરક્ષા નહીં કરી શકે. આ બધું ભાજપની સરકાર જ આપી શકે. આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે અને સેનાના પરાક્રમ સામે સવાલ ઉઠાવીને પ્રૂફ માગે છે. ત્યારે આવા લોકોને મત આપીને આપણા મતને કલંકિત ન કરાય. સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને સન્માન આપવાનું કામ મોદી સરકારે કર્યુ છે. કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલને સન્માન આપ્યું નથી.’
યોગીએ કોંગ્રેસને આડેહાથ લીધી
આ ઉપરાંત તેમણે કોંગ્રેસને આડેહાથ લઈને કહ્યુ હતુ કે, ‘કોંગ્રેસ મુસ્લિમ વોટબેંક માટે ક્યારેય પણ આપણી આસ્થાને સન્માન નહીં આપે. જે કોંગ્રેસ તમારી આસ્થા સાથે ખિલવાડ કરે છે, શું એવી કોંગ્રેસ ને મત આપશો? કોંગ્રેસ આટલેથી શાંત નથી થતી, કોંગ્રેસે ક્યારેય ડો. બાબાસાહેબ આંબેડકરને સન્માન નથી આપ્યું. બાબાસાહેબને ચૂંટણી હરાવવાના ભરપૂર પ્રયાસ કોંગ્રેસ કરતી હતી.’
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર