Home /News /gir-somnath /PM Modi Gujarat Visit: પીએમ મોદી સોમનાથ મંદિરમાં કરી પૂજા, સૌરાષ્ટ્રમાં સડા પાંચ કલાકમાં ચાર જનસભા ગજવશે

PM Modi Gujarat Visit: પીએમ મોદી સોમનાથ મંદિરમાં કરી પૂજા, સૌરાષ્ટ્રમાં સડા પાંચ કલાકમાં ચાર જનસભા ગજવશે

વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા

Gujarat Election update: પીએમ મોદી સોમનાથ દાદાનાં દર્શન કરીને સડા પાંચ કલાકમાં ચાર જિલ્લાઓમાં ચૂંટણી સભા ગજવશે.

ગીરસોમનાથ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે સવારે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી છે. ત્યારબાદ ચાર જિલ્લામાં ચૂંટણી સભા ગજાવશે. આ સાથે અમિત શાહ પણ બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમણે સોમનાથ દાદાની પૂજા અભિષેક કરીને પ્રાર્થના કરી હતી. સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝૂકાવીને વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણીનો પ્રચાર કરવાના છે.

સડા પાંચ કલાકમાં ચાર જનસભા સંબોધશે


પીએમ મોદી સવારે વલસાડથી સોમનાથ જવા રવાના થઇ ગયા છે. જે બાદ તેઓ દસ વાગ્યાની આસપાસ સોમનાથ હેલિપેડ પર પહોંચશે. ત્યારબાદ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. જે બાદ વેરાવળમાં જનસભા સંબોધશે. 10 વાગે સોમનાથ હેલિપેડ આવશે, 10-11 સોમનાથ મંદિરમાં પૂજા કરશે, 11 વાગે વેરાવળ જાહેર સભાને સંબોધશે. જે બાદ ધોરાજી જવા રવાના થશે અને બપોરે એક વાગ્યાની આસપાસ ધોરાજીમાં જાહેર સભાને ગજાવશે.



આ પણ વાંચો: મુખ્યમંત્રી કેમ ભરાયા ગુસ્સે?

જ્યાંથી 1:45 એ અમરેલી જવા રવાના થશે અને 2:20 એ અમરેલી પહોંચશે. અહીં પણ તેઓ જાહેરસભાને સંબોધશે અને 3:30 એ બોટાદ જવા રવાના થશે. 4:30 એ બોટાદમાં જાહેર સભાને સંબોધશે અને 5:15 એ બોટાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.



6 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદથી ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.





સૌરાષ્ટ્રમાં આજે પીએમ મોદીનાં ઝંઝાવતી પ્રચાર અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે.
First published:

Tags: Gujarat Assembly Elections 2022, Gujarat Elections, ગીર સોમનાથ, ગુજરાત, ગુજરાત ચૂંટણી