Home /News /gir-somnath /ગુજરાતનું એક એવું મતદાન મથક કે, જ્યા એક પળમાં થઈ જાય છે 100 ટકા મતદાન, જાણો હકીકત
ગુજરાતનું એક એવું મતદાન મથક કે, જ્યા એક પળમાં થઈ જાય છે 100 ટકા મતદાન, જાણો હકીકત
Gujarat Assembly Elections 2022
Gujarat Assembly Elections 2022 Phase 1 Voting: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યમાં ચૂંટણીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં માટે મતદાન કરવામાં માટે જઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાનું એક એવું મતદાન મથક કે જ્યા એક બુથ પર એક જ સેકન્ડમાં 100 ટકા મતદાન પૂર્ણ થયું છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યમાં ચૂંટણીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં માટે મતદાન કરવામાં માટે જઈ રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાનું એક એવું મતદાન મથક કે જ્યા એક બુથ પર એક જ સેકન્ડમાં 100 ટકા મતદાન પૂર્ણ થયું છે. આ એ મતદાન બુથ છે, જે મતદાતાને લઈ વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે. તો આવો જાણીએ કે, કયા આવ્યું આ મતદાન મથક અને કોણ છે એ વિશ્વ પ્રસિદ્ધ મતદાતા.
મહંત આ વિસ્તારના એક માત્ર રહેવાસી
ભારત દેશ લોકશાહી દેશ છે, અને અહીં લોકશાહી ઢબે ચૂંટણી યોજાય છે. જેનું ઉમદા ઉદાહરણ મળે છે શહેર અને ગામડાથી ઘણું દૂર એશિયાટિક સિંહોના ગઢ ગણાતા ગીરના જંગલમાં આવેલું છે. આ મતદાન મથક. ગીર સોમનાથના ઉના વિધાનસભામા આવતું અને જામવાળા ગીરથી 25 કિમિ દૂર નેશનલ પાર્કમાં આવેલું બાણેજ મતદાન મથક. જી હા અહીં બાણેશ્વર મહાદેવ મંદિરના મહંત એક માત્ર આ વિસ્તારના રહેવાસી છે અને આ બુથના એક માત્ર મતદાતા છે.
<div ">અહીં ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન આ એક માત્ર મત માટે પોલિંગ બુથ ઉભું કરે છે. મધ્ય ગીરની અંદર એક માત્ર મતદાર માટે ચૂંટણી પંચ મતદાન મથક તો ઉભું કરે છે પરંતુ આ મત ગુપ્ત રહેતો નથી એક માત્ર મત હોવાના કારણે જ્યારે ઇવીએમ ખુલે છે ત્યારે તે મત બાપુએ કોને આપ્યો છે તે પણ ખૂલ્લું પડી જાય છે. બાપૂના જણાવ્યા મુજબ તેમની અહીં રાજનેતા કે સરકાર પાસેથી કોઈ કામની ડિમાન્ડ નથી.
અહીં ભલે ચૂંટણી પંચને એક મતની કિંમત હોઈ પણ રાજનેતાઓને મન નથી. અહીંયા કોઈ નેતા પ્રચાર માટે આવતા નથી.હરીદાસ બાપુએ સવારે 11:30 કલાકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા સંદેશ આપ્યો હતો. બાપુએ અહીં પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા અહીંના બુથ પર 100 ટકા મતદાન માત્ર એકજ સેકન્ડમા થયું છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર