Home /News /gir-somnath /દાદા સોમનાથના આશીર્વાદ કોને ફળશે? ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર વચ્ચે આપ લગાવશે જોર

દાદા સોમનાથના આશીર્વાદ કોને ફળશે? ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર વચ્ચે આપ લગાવશે જોર

સોમનાથ વિધાનસભા બેઠક

Gujarat Election 2022: દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના વિસ્તારમાં આવતી સોમનાથ બેઠક પર દાદા સોમનાથના આશીર્વાદ કોને ફળશે તે હાલ કહેવુ મુશ્કેલ છે. એક તરફ ભાજપ ચૂંટણીમાં ભારે પ્રચાર કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાની સીટ જાળવવા પ્રયત્ન કરી રહી છે.

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના વિસ્તારમાં આવતી સોમનાથ બેઠક પર દાદા સોમનાથના આશીર્વાદ કોને ફળશે તે હાલ કહેવુ મુશ્કેલ છે. એક તરફ ભાજપ ચૂંટણીમાં ભારે પ્રચાર કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાની સીટ જાળવવા પ્રયત્ન કરી રહી છે. તો સાથે સાથે આપ પણ એડી ચોંટીનું જોર લાગવી રહ્યું છે. ભાજપે અહીં પર જશા બારડની ટિકિટ કાપી નવા અને યુવા ઉમેદવાર માનસિંહ પરમારને સોમનાથ બેઠક પર ઉતાર્યા છે. તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. માનસિંહ ભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારના ભત્રીજા અને કારડીયા રાજપૂત સમાજના યુવા નેતા છે.

    માનસિંહ પરમારે કર્યો જીતવાનો પ્રબળ દાવો


    માનસિંહ પરમાર માટે આ બેઠક ખૂબ કઠિન માનવામાં આવે છે. કારણે કે, અહીં જ્ઞાતિ જાતિનું સમીકરણ જોવામાં આવે તો માનસિંહ માટે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. જો કે માનસિંહ પરમારે અહીંથી જીતવાનો પ્રબળ દાવો કર્યો છે. ભાજપ દ્વારા આ વિધાનસભાની બેઠક માટે યુવા નેતાની પસંદગી કરી છે. પરંતુ જોવાનું એ રહે છે કે, આખરે દાદા સોમનાથનો આશીર્વાદ કોના ફાળે જાય છે.

    આ પણ વાંચો: મતદાર યાદીમાં તમારુ નામ છે કે નહીં? કયા મતદાન કરવું? તમામ માહિતી ઘરે બેઠા મળશે

    ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર


    ભાજપના માનસિંહ પરમારને ટક્કર આપવા માટે કોંગ્રેસે કોળી યુવા નેતા વિમલ ચુડાસમાને ટિકિટ આપી છે. વિમલ ચુડાસમા જેમણે 2017માં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડને જંગી બહુમતીથી હરાવ્યા હતા. વિમલ ચુડાસમા કોળી સમાજમાંથી આવે છે અને અહીં કોળી અને મુસ્લિમ મતો ખૂબ વધારે છે. વિમલ ચુડાસમા જ્ઞાતિના સમીકરણો અને કોંગ્રેસની જૂની વોટ બેન્ક ગણાતા સમાજોને ધ્યાને રાખી પોતાની જીતના દાવા કરી રહ્યા છે.

    આ પણ વાંચો: કેટલાક પોલીસ અધિકારી એજન્ટ બન્યા, ભાજપના એજન્ટ બનીને કામ કરે છે

    આપના ઉમેદવાર બગાડશે ભાજપ કોંગ્રેસના વોટ


    ભાજપ-કોંગ્રેસ ભલે જીતનો દાવો કરી રહ્યા હોય પરંતુ અહીં આપના જગમાલ વાળાની ઉમેદવારી બન્ને પાર્ટીઓનું ગણિત બગાડી શકે છે. આપના ઉમેદવાર જગમાલ વાળા આહિર સમાજમાંથી આવે છે અને સાથે સાથે સામાજિક કાર્યકર્તા પણ છે. જગમાલ વાળાની અહીંના પ્રબળ ઉમેદવાર મનાય રહ્યા છે. જો કે જગમાલ વાળા જીતશે કે હારસે તે કહેવું મુશ્કેલ છે પરંતુ અહી તેઓ બન્ને પક્ષનું ગણીત બગાડી રહ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन