Home /News /gir-somnath /Gir Somnath: મગફળીમાંથી કેવી રીતે બને છે તેલ, જુઓ ઘાણાની અંદરનો વીડિયો

Gir Somnath: મગફળીમાંથી કેવી રીતે બને છે તેલ, જુઓ ઘાણાની અંદરનો વીડિયો

X
વેરાવળ

વેરાવળ પંથકમાં મગફળીનું ઘાણામાં પીલાણ કરી તેલ કાઢવામાં આવે છે. મગફળીની સીઝનમાં ઠેર ઠેર ઘાણા ધમધમી રહ્યા છે. ખેડૂતો ઘરની મગફળીનું પીલાણ કરી તેલનો ખાવામાં વપરાશ કરે છે. 

વેરાવળ પંથકમાં મગફળીનું ઘાણામાં પીલાણ કરી તેલ કાઢવામાં આવે છે. મગફળીની સીઝનમાં ઠેર ઠેર ઘાણા ધમધમી રહ્યા છે. ખેડૂતો ઘરની મગફળીનું પીલાણ કરી તેલનો ખાવામાં વપરાશ કરે છે. 

    Bhavesh Vala, Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં મગફળીની સીઝન અત્યારે પુલજોશમાં ચાલી રહી છે. ખેડૂતો ખેતી કાર્યમાં વ્યસ્થ છે. મગફળીનું ઘાણામાં પીલાણ કરી તેલ કાઢવામાં આવે છે. અને તેનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. નવી મગફળીની આવક થતા વેરાવળ પંથકમાં અત્યારે તેલના ઘાણા ધમધમી રહ્યા છે. ખેડૂતોની સાથે સાથે અન્ય લોકો પણ બજારમાંથી મગફળીની ખરીદી કરી તેલ માટે મગફળીનું પીલાણ કરતા હોય છે. તો ખેડૂતો પણ પોતાની જ મગફળીનું પીલાણ કરી ખાવા માટે તેલ કાઢતા હોય છે. જ્યાં સુધી મગફળીની સીઝન ચાલે ત્યાર સુધી ઘાણા પર ઘાણી કાઢવાનું કાર્ય શરૂ રહે છે. અત્યારે તેલના ઘાણાઓ પર ખેડૂતો ઘાણી કાઢવા પહોંચી રહ્યા છે.



    તેલના ઘાણાનું સંચાલન કરતા રાજાભાઇ જોટવાએ જણાવ્યુ હતુ કે અઢી થી ત્રણ માસ સુધી ઘાણા પર સીઝન શરૂ રહે છે. મગફળીની સીઝનમાં આજુ બાજુ ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઘરમાં તેલ ખાવા માટે ઘાણી કઢાવવા આવે છે. 20 ટકા લોકો તો મગફળી બજારમાંથી ખરીદી કરી તેના પીલાણ માટે આવે છે. વેરાવળ પંથકમાં 100 જેટલા ઘાણાઓ હશે. મોટા ભાગે ખેડૂતો વધુ મગફળીની ઘાણી કાઢવા માટે આવે છે. ઘાણાની પ્રોસેસ અંગે જણાવ્યું હતું કે ઘાણા પર જ્યારે મગફળી આવે છે. તો સૌપ્રથમ એનું ક્લિનિંગ થાય છે. અને પીલાણમાં જાય છે. જે બાદ મગફળીને ગરમ કરવામાં આવે છે. પછી મગફળીમાંથી તેલ છૂટે છે. જે બાદ તેલ ફિલ્ટરમાં જાય છે. ફિલ્ટર થયા પછી તેલ ખાવા લાયક થાય છે.



    તેલના ડબ્બા પ્રમાણે કે કિલ્લોના 16 રૂપિયા જેટલા પીલામણ બાદ કરી બાકીના વધતા પૈસા વળતર તરીકે આપીએ છે. એક મણ મગફળીના પીલાણ માટે 10 થી 15 મિનિટ જેટલો સમય લાગે છે. મગફળીની સીઝનમાં વધુ પ્રમાણમાં લોકો પીલાણ માટે આવે છે. સવા ત્રણ કિલ્લો મગફળીએ કિલ્લો તેલ નીકળે છે.ઘાણા પર મગફળીના પીલાણ માટે આવેલ સુંદલપરાના ખેડૂત ગોવિંદભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે પાંચ વિઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. 40 કિલ્લો મગફળીનું ઘાણા પર પીલાણ કરવા લાવ્યો શું. બાકીની મગફળી વેચી દીધી છે. દર વર્ષે ઘાણી કાઢવા માટે મગફળી વેચતા પહેલા રાખી લેવામાં આવે છે. અત્યારે બજારમાં 20 મણ મગફળીના 25 હજાર જેટલો ભાવ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Gir-somnath, Peanuts

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन