Bhavesh Vala, Gir Somnath : જિલ્લાભરમાં અત્યારે મગફળીની સીઝન પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક જોવા મળે છે. ચાલુ વર્ષે જિલ્લામાં 85750 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. ત્યારે કોડીનાર તાલુકામાં સૌથી વધારે 21010 હેક્ટરમાં મગફળીનું વાવેતર નોંધાયું હતું. કોડીનાર માર્કેટીંગ યાર્ડ ગુરૂવારના દિવસે 5200 ગુણી મગફળીની આવક થઇ હતી. તો સોયાબીનની 3000 ગુણી આવક નોંધાઇ હતી. સાથે સાથે 1000 મણ કપાસની આવક થય હતી. કોડીનાર યાર્ડ તરફથી મળતી વિગત મુજબ માર્કેટીંગ યાર્ડમાં સરેરાશ પ્રતિ દિનની 7000 જેટલી ગુણી મગફળી આવક થય રહી છે. 4500 જેટલી ગુણી સોયાબીનની આવક થય રહી છે.
અત્યારે ચોમાસુ સીઝનની લરણી ચાલી રહી છે. જેના કારણે માર્કેટીંગ યાર્ડ નવી જણસની આવક જોવા મળે છે. કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારના દિવસે મગફળી જી.20 જાતની 4000 ગુણી આવક થય હતી. તો ભાવ રૂપિયા 1099 થી 1279 રહ્યો હતો. આ ઉપરાંત મગફળી 32 નંબરની 1200 ગુણી મગફળીની આવક નોંધાઇ હતી. તો પ્રતિ મણનો ભાવ રૂપિયા 1111 થી 1228 સુધી રહ્યો હતો. તો સોયાબીનની 3000 ગુણી આવક નોંધાઇ હતી. પ્રતિ મણનો ભાવ રૂપિયા 980 થી 1052 સુધી રહ્યો હતો. તેમજ કપાસની 1000 મણ આવક થય હતી. તેનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 1400 થી 1762 સુધી ભાવ રહ્યો હતો. કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં અન્ય જણસની આવક પણ થય હતી.
કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં બાજરીની 30 ગુણી આવક રહી હતી. તેનો ભાવ રૂપિયા 390 થી 466 સુધી રહ્યો હતો. ઘઉંની 50 ગુણી આવક નોંધાઇ હતી. અને ભાવ રૂપિયા 411 થી 556 સુધી રહ્યો હતો. રજકો 5 ગુણી આવક રહી હતી. અને ભાવ રૂપિયા 2000 થી 3300 રહ્યો હતો. અડદની 60 ગુણી આવક નોંધાઇ હતી. અને ભાવ રૂપિયા 1300 થી 1520 રહ્યો હતો. ચણા 30 ગુણી રૂપિયા 680 થી 835 સુધી ભાવ રહ્યો હતો. આ ઉપરાંત સફેદ તલ 15 ગુણી અને ભાવ રૂપિયા 2200 થી 2512 તથા કાળા તલ 20 ગુણી આવક નોંધાઇ હતી. તેનો ભાવ રૂપિયા 2000 થી 2580 સુધી રહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર