Home /News /gir-somnath /Gir Somanth: કોડિનાર APMCમાં શું ચાલે છે મગફળી અને સોયાબીનનો ભાવ?

Gir Somanth: કોડિનાર APMCમાં શું ચાલે છે મગફળી અને સોયાબીનનો ભાવ?

યાર્ડમાં હાલ મોટા પ્રમાણમાં મગફળી અને સોયાબીનની આવક થઇ રહી છે.

કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં  મગફળીની 3900 અને સોયાબીનની 1450 ગુણી આવક થય હતી. ઉપરાંત 2000 મણ કપાસની આવક નોંધાઇ હતી. 

    Bhavesh Vala, Gir Somnath : ગીર સોમનાથ જિલ્લો મગફળીનું હબ ગણવામાં આવે છે. અહી ખરીફ પાકમાં મગફળી, સોયાબીન અને કપાસનું સૌથી વધારે વાવેતર જોવા મળે છે. ચાલુ વર્ષે જિલ્લામાં મગફળીનું 85750, સોયાબીનનું 22030 અને કપાસનું 18940 હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું. ખાસ કરીને મગફળીનું કોડીનાર પંથકમાં 21010 હેકટર અને ગીરગઢડામાં સોયાબીનનું 6800 તથા ઉના તાલુકામાં 10 હજાર હેક્ટરમાં કપાસનું સૌથી વધારે વાવેતર નોંધાયું હતું.

    અત્યારે ચોમાસુ સીઝન પૂર્ણ થઈ ગઇ છે. ત્યારે માર્કેટમાં નવી જણસની આવક મબલક પ્રમાણમાં જોવા મળે છે. કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારના દિવસે મગફળીની 3900 અને સોયાબીનની 1450 ગુણી આવક નોંધાઇ હતી. અહી મગફળીનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 1115 થી 1335 સુધી રહ્યો હતો. તો 2000 મણ કપાસની આવક થય હતી. તેનો ભાવ રૂપિયા 1700 થી 1863 રહ્યો હતો.

    જિલ્લાભરના માર્કેટીંગ યાર્ડમાં ખરીફ જણસની આવક જોવા મળે છે. કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે સૌથી વધારે મગફળી જી.20 ની 3800 ગુણીની આવક નોંધાઇ હતી. જેનો પ્રતિ મણનો ભાવ રૂપિયા 1115 થી 1335 સુધી રહ્યો હતો. 32 નંબર મગફળીની 100 ગુણી આવક થય હતી. તેનો ભાવ રૂપિયા 1092 થી 1227 રહ્યો હતો. તેમજ સોયાબીનની 1450 ગુણી આવક તો પ્રતિ મણનો ભાવ રૂપિયા 950 થી 1115 રહ્યો હતો. 2000 મણ કપાસની આવક રહી હતી. અને ત પ્રતિ મણ 1700 થી 1863 સુધીમાં વેચાયો હતો.

    કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં અન્ય જણસની આવક નોંધાઇ હતી. જેમાં બાજરીની 80 ગુણીની આવક તેનો ભાવ રૂપિયા 370 થી 501 , ઘઉંની 230 ગુણી આવક તેનો ભાવ રૂપિયા 411 થી 556, ચણાની 100 ગુણી આવક તેનો ભાવ રૂપિયા 670 થી 922, કાળા તલની 50 ગુણી આવક તેનો ભાવ રૂપિયા 2400 થી 2835, સફેદ તલની 30 ગુણી આવક તેનો ભાવ રૂપિયા 2500 થી 2970 અને જુવારની 20 ગુણી આવક તેનો ભાવ રૂપિયા 600 થી 862 નોંધાઇ હતી. કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં મુખ્યત્વે મગફળી, સોયાબીન અને કપાસની સૌથી વધારે આવક થય રહી છે. ખરીફ જણસીની માર્કેટમાં મબલક આવક છે.
    First published:

    Tags: Gir-somnath, Local 18, એપીએમસી, ખેડૂત