Home /News /gir-somnath /સરકારે ટેકાના ભાવ ઓછા જાહેર કરતા ખેડૂતોમાં રોષ, બજારમાં જઈ મગફળી વેચી આવ્યાં

સરકારે ટેકાના ભાવ ઓછા જાહેર કરતા ખેડૂતોમાં રોષ, બજારમાં જઈ મગફળી વેચી આવ્યાં

ફાઇલ તસવીર

ગીર સોમનાથમાં સરકારના ટેકાના ભાવે મગફળી લેવાની જાહેરાત તો કરી પણ ભાવ ઓછા મળતા ખેડૂતોએ મગફળી બજારમાં વેચી નાંખી છે અને સરકારી યોજનાનો ફિયાસ્કો થયો છે.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં સરકારના ટેકાના ભાવે મગફળી લેવાનો ફિયાસ્કો થઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં 69 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન તો કરાવ્યું પરંતુ સરકારના ટેકાના ભાવ બહાર પાડતા બજાર કરતાં ઓછા ભાવ નીકળ્યા હતા. ત્યારે ખેડૂતો મગફળી આપવા નહોતા ગયા અને સરકારનો ફિયાસ્કો થઈ ગયો હતો.

    સરકારની ટેકાના ભાવે ખરીદીની યોજનાનો ફિયાસ્કો


    સમગ્ર સૌરાષ્ટ્ર મગફળીનું હબ ગણાય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ મગફળીનું મોટાપાયે વાવેતર થાય છે, માત્ર ચોમાસામાં જ 1 લાખથી વધુ હેકટર જમીનમાં અહીંના ખેડૂતો મગફળીનું વાવેતર કરે છે. પરંતુ આ વર્ષે સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોની ઉદાસીનતા જોવા મળી છે. ચોમાસાની સિઝન દરમિયાન ગીર સોમનાથ જિલ્લાનાં છ તાલુકાના અંદાજિત 70 હજારની આસપાસ ખેડૂતોએ ટેકાના ભાવે સરકારને મગફળી વેચવા માટે નોંધણી કરાવી હતી. પરંતુ જ્યારે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની શરૂઆત કરી અને ખરીદીના અંતિમ દિવસ સુધી એકપણ ખેડૂત સરકારને ટેકાના ભાવે મગફળી વેચવા માટે નહીં આવતા સરકારની યોજના અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવનો ફિયાસ્કો થઈ ગયો છે.


    યોગ્ય સમયે નાણા મળતા નથી


    એક સમયે સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદીની ખેડૂતોમાં રાહ જોવાતી હતી અને જો મોડી ખરીદી શરૂ થાય તો ખેડૂતો હોબાળો પણ કરતા હતા. પરંતુ છેલ્લા એકાદ બે વર્ષથી રજિસ્ટ્રેશન, અયોગ્ય ભાવ, મગફળીની ગુણવત્તા માટે લેવાતા સેમ્પલથી લઈ ખેડૂતોને ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં યોગ્ય સમયે ન મળતા હોવાથી હવે ખેડૂતો સીધા જ બજારમાં મગફળી વેચવા લાગ્યા છે.

    આ પણ વાંચોઃ દરિયામાં આખલા યુદ્ધ જામ્યું, જુઓ વીડિયો

    સરકારના ટેકાના ભાવ ઓછા


    ગત ચોમાસાની સિઝન દરમિયાન સરકારે પ્રતિ 20 કિલો મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે 1151 રૂપિયા અંતિમ ભાવ નક્કી કર્યા હતા. ત્યારે મગફળીની શરૂઆત થતાં જ બજારમાં સારી અને ગુણવત્તાયુક્ત મગફળીના 1300થી લઈને 1500 સુધી બજારભાવ મળ્યા હતા. ત્યારે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવાની જગ્યાએ બજારમાં મગફળી વેચતા જોવા મળ્યા હતા. વધુમાં સરકારના જાહેર કરાયેલા બજાર ભાવ કરતાં બજારમાં પ્રતિ 20 કિલો મગફળીના 200થી લઈને 300 સુધી વધુ રૂપિયા મળતા હતા.

    બજારમાં મગફળીના વધુ ભાવ મળે


    તેમજ સરકારને વેચેલી મગફળીની ચૂકવવાપાત્ર રકમ પણ ખેડૂતોને 90 દિવસમાં આપવામાં આવે છે. બીજી તરફ બજારમાં વેચેલી મગફળીની તમામ રકમ ખેડૂતોને તાત્કાલિક મળી જતી હોય છે. જેને કારણે ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી વેચવાની જગ્યાએ બજારમાં મગફળી વેચવાનું વધારે અનૂકુળ આવે છે. કેટલાક ખેડૂતોના મતે તો સરકાર જે ભાવ નક્કી કરે તેમાંથી કંઈ જ વધતું નથી. એક વીઘા મગફળીના ઉત્પાદનમાં 15થી 17 હજાર ખર્ચ થાય અને સરકાર માત્ર 21 હજાર રૂપિયા આપે. જ્યારે બજારમાં તે જ મગફળીના 26થી 28 હજાર રૂપિયા મળે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Farmers News, Gir Somnath Samachar, Groundnut

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन