Home /News /gir-somnath /કેસર કેરીના રસિકો માટે ખુશ ખબર, જો કમોસમી વરસાદ ન વરસ્યો તો માણી શકશો કેરીનો સ્વાદ
કેસર કેરીના રસિકો માટે ખુશ ખબર, જો કમોસમી વરસાદ ન વરસ્યો તો માણી શકશો કેરીનો સ્વાદ
કેસર કેરીનું આગમન
Saffron Mango In Gir: પાછલા કેટલાક વર્ષોની તુલનામાં જોઈએ તો ચાલુ વર્ષે ગીરમાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂતો અને વેપારીઓ અનુમાનની રહ્યા છે. લાંબો સમય સુધી સિઝન ચાલશે એવો પણ ખેડૂતો અને વેપારીઓ કરી રહ્યા છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લો કે જ્યાં મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી વિશ્વ વિખ્યાત છે. કેસર કેરીના રસિકો માટે ગીરમાંથી સારા સમાચાર આવી રહ્યા છે. કારણ કે, પાછલા કેટલાક વર્ષોની તુલનામાં જોઈએ તો ચાલુ વર્ષે ગીરમાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂતો અને વેપારીઓ અનુમાનની રહ્યા છે. લાંબો સમય સુધી સિઝન ચાલશે એવો પણ ખેડૂતો અને વેપારીઓ કરી રહ્યા છે. જો કે બીજી તરફ હવામાન નિષ્ણાંતો આગામી સમયમાં વરસાદની આગાહી કરી રહ્યા છે.
ગયા વર્ષે થયું હતું ભારે નુકશાન
ઉલ્લેખનીય છે કે, જો વરસાદ વરસ્યો તો ગીરની પ્રખ્યાત કેસર કેરી કડવી બનતા પણ સમય નહીં લાગે અને સાથે ખેડૂતોને પણ માથે હાથ મૂકી રોવાનો વારો આવશે. આમ પણ પાછલા કેટલાક વર્ષોની વાત કરીએ તો ગ્લોબલ વોર્મિંગની અસર અને કુદરતી આફતોના લીધે ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતો કેસર કેરીના પાકને લઈ ચિંતિત હતા અને કેટલાક વાવાઝોડા એ પણ ગીરમાં કેસર કેરીના ઝાડને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું હતું, તો હાલ જ આવેલા કમોસમી વરસાદ ના કારણે ગુજરાત ના કેટલાક જિલ્લામાં કેસર કેરીના પાક સહિત ના ઉત્પાદન પર પાણી ફેરવી નાખ્યું છે.
ફ્લાવરિંગ સારૂ થતા કેસર કેરીનું આગમન
આ કમોસમી વરસાદ ગીરમાં ન થતાં ગીરના ખેડૂતો હાશકારો અનુભવી રહ્યા છે. અને લાંબા વર્ષો બાદ ચાલુ વર્ષે કેસર કેરીના ઝાડ પર ત્રણ તબક્કામાં ફ્લાવરિંગ થયું છે જેમાં પ્રથમ તબક્કાનો ફ્લાવરિંગ એટલે કે કેસર કેરી આગામી 15 થી 20 દિવસમાં જ બજારમાં આગમન કરશે અને ત્યારબાદ બીજા તબક્કાની કેરી બજારમાં આવશે જોકે આ સિવાય પણ હજુ એક તબક્કાની કેસર કેરી છે કે જે કામોસમી ન વરસાદ થાય અથવા સોમાસુ લંબાઇ તો લાંબા સમય સુધી કેસર કેરીની સીઝન ચાલુ રહેવાની શક્યતાઓ વેપારી પણ અનુમાની રહ્યા છે.
ખેડૂતો કેસર કેરીને લઈ ખુશખુશાલ
નોંધનીય છે કે, પાછલા કેટલાક પ્રશ્નોની તુલનામાં ચાલુ વર્ષે જો કામોસમી વરસાદ એટલે કે, આકાશી આફત નડી તો ગીરના ખેડૂતો કેસર કેરીને લઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે ગીરની કેસર કેરીના રસિકો માટે પણ સારા સમાચાર છે. કારણે કે, ગીરમાં કમોસમી વરસાદ ન થતા કેસર કેરીમાં સારી એવી આવક થઈ રહી છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર