Home /News /gir-somnath /ગીર સોમનાથ: 'અપની ગલી મેં તો કુત્તા ભી શેર,' શ્વાને દિપડા પર હુમલો કરી ભગાડ્યો

ગીર સોમનાથ: 'અપની ગલી મેં તો કુત્તા ભી શેર,' શ્વાને દિપડા પર હુમલો કરી ભગાડ્યો

શ્વાને દિપડા પર હુમલો કરી ભગાડ્યો

Dog attacked on leopard: ગીર સોમનાથના તલાલા ગીરમાં એક ખૂંખાર દિપડોએ શેરીના શ્વાન પર હુમલો કર્યો હતો. જે બાદ શ્વાનને હિંમત બતાવી હતી અને દીપડાના ગળા પર ચોંટી ગયો હતો

    ગીર સોમનાથ: ગીર સોમનાથમાં શ્વાને દિપડા સાથે બાથ ભીડી હોવાની ઘટના સામે આવી છે. એવું કહેવાયું છે કે, સિંહ સેંજળ એટલે કે સાવજના એઠા પાણી પીવાવાળાને પણ હિંમત આવી જાય, ત્યારે ગીર સોમનાથના તલાલા ગીરમાં એક ખૂંખાર દિપડોએ શેરીના શ્વાન પર હુમલો કર્યો હતો. જે બાદ શ્વાનને હિંમત બતાવી હતી અને દીપડાના ગળા પર ચોંટી જાય છે. શિકાર શ્વાનનો પોતાનો હુમલો જોઈને દિપડો પણ ડરી જાય છે અને ભાગી જાય છે. આવામાં "અપની ગલી મેં તો કુત્તા ભી શેર હોતા હૈ " ડાયલોગ સાચો સાબિત થઈ રહ્યો હોય તેવી સ્થિતિ થઈ છે.

    'અપની ગલી મેં તો કુત્તા ભી શેર હોતા હૈ'

    ગીર સોમનાથમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં કોણ શિકાર અને કોણ શિકારી? તેવું નક્કી કરવું અઘરું બની ગયું છે. તલાલામાં શ્વાને પ્રકૃતિના નિયમને બદલ્યો હોય તેમ લાગી રહ્યું છે. અનેક વખત એવું કહેવાયું છે કે, સિંહના સેંજળ એટલે કે સાવજ ના એઠા પાણી પીવા વાળાને પણ હિંમત આવી જાય છે, ત્યારે ગીર સોમનાથના તાલાલા ગીરમાં કંઈક આવો જ બનાવ પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખૂંખાર દિપડો શેરીના શ્વાન ઉપર હુમલો કરે છે, ત્યારે શ્વાન દિપડાના ગળા ઉપર ચોંટી જાય છે. દિપડાને શ્વાનમાં પોતાનો શિકાર દેખાયો હતો, પરંતુ તેણે વિચાર્યું નહીં હોય તે શ્વાન પણ આવી રીતે વળતો હુમલો કરી શકે છે.

    આ પણ વાંચો: ફરી એક વાર બોગસ કોલ સેન્ટર ધમધમતા થયા, બે જગ્યાએ પોલીસે કરી રેડ

    સીસીટીવીમાં કેદ થઇ ઘટના

    "અપની ગલી મેં તો કુત્તા ભી શેર હોતા હૈ " આ ડાયલોગ તાલાલા ગીરના શ્વાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યો હોય તેવી સ્થિતિ થઈ છે. શિકાર કરવા આવેલા દિપડા પર શ્વાન વળતો હુમલો કરે છે અને તેને ગળાને ભાગે પ્રહાર કરે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઇ રહ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે શ્વાનની હિંમત જોતાં દિપડો પણ પાછા પગલે નાસી છૂટે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Dog, Gir Somnath news, Gujarat News, Leopard

    विज्ञापन
    विज्ञापन