Home /News /gir-somnath /ગીર સોમનાથ: કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા કેદીઓના ભજીયા

ગીર સોમનાથ: કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા કેદીઓના ભજીયા

મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા કેદીઓના ભજીયા

Gir Somnath Prisoners Bhajiya: સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાની પૂર્ણાહુતિ સાથે રાજકોટ જેલના કેદીઓના ભજીયા લોકપ્રિય બન્યા છે.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાની પૂર્ણાહુતિ સાથે રાજકોટ જેલના કેદીઓના ભજીયા લોકપ્રિય બન્યા છે. પ્રતિદિન લાખો લોકો આ મેળાની મુલાકાત લીધી હતી, ત્યારે આ મેળાનું મુખ્ય આકર્ષણ રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓએ બનાવેલા ભજીયા બન્યા હતા. કેદીઓ દ્વારા બનાવાતા ભજીયાનો સ્વાદ સૌરાષ્ટ્રની પ્રજાને એવો તે લાગ્યો છે કે લોકો કેદીઓના ભજીયા ખરીદવા કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા.

    આકર્ષણનું કેન્દ્ર બન્યા રાજકોટ સબજેલના કેદીઓના ભજીયા

    પાંચ દિવસ ચાલતા આ સાંસ્કૃતિક મેળામાં રોજના લાખો લોકો મેળાની મુલાકાત લેતા હતા. આ મેળામાં અનેક નાના મોટા ધંધાર્થીઓને રોજગારી પણ મળી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાતો આ મેળો વર્ષ 1955થી યોજવામાં આવે છે પરંતુ કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળાનું આયોજન થયું ન હતું. કોરોનાનું સંક્રમણ ઓછું થતાં બે વર્ષ બાદ આ મેળો યોજાયો હતો. જેમાં આ પાંચ દિવસના મેળામાં જો કોઈ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તો તે છે રાજકોટ સબજેલના કેદીઓના ભજીયા.

    આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલની અનોખી પહેલ, મેટ્રોમાં આવતા વિદ્યાર્થીઓને ફ્રી બસ!

    મેળામાં પ્રતિવર્ષ જેલના કેદીઓના હાથના ભજીયાનો સ્ટોલ લગાવવામાં આવે છે

    લોકોના મનમાં જેલમાં રહેલા કેદીઓ ખૂંખાર અને ક્રૂર હોય તેવી માન્યતાને દૂર કરવા અને સજા પૂર્ણ થયા પછી કેદીઓ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે તેવા આશયથી સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં પ્રતિવર્ષ જેલના કેદીઓના હાથના ભજીયાનો સ્ટોલ લગાવવામાં આવે છે. રાજકોટ મધ્યસ્થ જેલ સ્ટાફ અને કેદીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સામાન સાથે ભજીયા બનાવે છે. કેદીઓ સમાજમાં ફરી પાછા હળી મળી શકે તેના માટે કેદીઓને આ ટ્રેડમાં સમાવેશ કરીને વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.

    લોકો માત્ર ભજીયાનો સ્વાદ માણવા માટે મેળાની મુલાકાત લેતા

    સોનનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં જેલના ભજીયા આકર્ષણનું કેન્દ્ર તો બન્યા પરંતુ લોકો દૂર-દૂરથી માત્ર ભજીયાનો સ્વાદ માણવા માટે મેળાની મુલાકાત લેતા હતા. કલાકો સુધી ધીરજપૂર્વક લાઈનમાં ઊભા રહીને પોતાના નંબરની રાહ જોઈ અને ભજીયાનો સ્વાદ માણતા, ત્યારે જેલમાં રહેનાર દરેક કેદી ફિલ્મોની જેમ વિલન અથવા ક્રૂર જ હોય તેવું જરૂરી નથી. ક્ષણિક ભૂલને કારણે ગુનો કરી જેલમાં પહોંચેલા કેદીઓ વિનમ્રતાપૂર્વક લોકો સાથે વેપાર કરે છે અને સમાજમાં પુનઃ સ્થાપન માટે તૈયાર થાય છે. જેના માટે કાર્તિકી પૂર્ણિમા મેળો સેતુરૂપ બન્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gir Somnath news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन